GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
રાદલના દડવાનો શખ્સ હની ટ્રેપમાં ફસાવી પૈસાની માંગણી કરી લાઠી પોલીસમાં ફરીયાદ દાખલ
રિપોર્ટેડ બાય: કલ્પેશભાઇ ખેર, અમરેલીપ્રકાશિત :

લાઠીમાં લિફ્ટના બહાને આઘેડનું અપહરણ કરી ૫૮,૦૦૦ ની ખંડણી પાંચ સામે પોલીસ ફરિયાદ
લાઠીમાં ભવાની સર્કલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લિફ્ટ લેવાના બહાને એક યુવાનને ફસાવી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવાનને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૨.૫૦ લાખની ખંડણી માંગી હતી, જે પૈકી રૂ. ૫૮,૦૦૦ ઓનલાઇન પડાવી લેતા લાઠી પોલીસ મથકે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,
દડવા (રાંદલના) ગામના વતની અને ખેતી કરતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી (ઉ.વ. ૪૩) ગત પોતાના મોટરસાયકલ પર દામનગર પોતાની દીકરીની ખબર પૂછવા જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠીના ભવાની સર્કલ પાસે એક મહિલા તેમને રોક્યા હતા અને ભુરખીયા સુધી લિફ્ટ માંગી હતી. ફરીયાદી યુવાને સહાયતાના ભાવે તેમને બેસાડ્યા હતા.
ભુરખીયા ગામના ગેટ પાસે પહોંચતા જ મહિલા આરોપીએ સરોવર પાસે ફોટા પાડવાનું કહી મોટરસાયકલ ઊભું રખાવ્યું હતું. આ સમયે અગાઉથી કાવતરું રચીને બેઠેલા અન્ય ચાર આરોપીઓ સ્વીફ્ટ કાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને વિઠ્ઠલભાઈ મોટરસાયકલને આડી ઉભી રાખી દીધી હતી. આરોપીઓએ "આ બેનને મોટરસાયકલમાં કેમ બેસાડ્યા?" તેમ કહી ઝઘડો કર્યો હતો અને બળજબરીથી પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓએ આઘેડ માર મારી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી આખી જિંદગી જેલમાં સડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસે રૂ. ૨.૫૦ લાખની ખંડણી માંગી હતી, જેમાંથી આઘેડ ના ગૂગલ-પે એપ દ્વારા સ્કેનર મારફતે રૂ. ૫૮,૦૦૦ અન્ય એક વ્યક્તિના યુપીઆઇ આઈડી (રાજેષ પટેલ 33391@oksbi) માં ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવાને લાઠી પોલીસ મથકમાં નિલેષ ગૌસ્વામી, શ્યામ, બે અજાણ્યા શખ્સો અને એક અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
