મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બોરસદમાં આજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી

તા.૧૫ જુલાઈ ૨૦૨૬ અષાઢી એકમના દિવસે બોરસદના જ્ઞાનદેવ મંદિરેથી રથયાત્રા નીકળી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને યાત્રામાં MLA રમણભાઈ સોલંકી પણ જોડાયા હતા. ભક્તોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. શહેરમાં "જય જગન્નાથ"ના નારા ગુંજી ઉઠ્યા. આખું શહેર ભક્તિ અને ઉત્સાહથી ભરેલું હતું. પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નગરના સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોરસદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.