GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગોધરા.. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે શૈક્ષણિક પરિસંવાદ યોજાયો
રિપોર્ટેડ બાય: અનસ દાવલા, ગોધરાપ્રકાશિત :
ફોટો 1 / 2
ગોધરા.. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે શૈક્ષણિક પરિસંવાદ યોજાયો
પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યો એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પરિચય મેળવે, તેને પ્રત્યક્ષ નિહાળે અને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની સંપૂર્ણ માહિતી મેળવી અને આ માહિતી છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા શુભ આશયથી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પંચમહાલ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોનો પરીસંવાદ યુનિ.ના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયા ,પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી ,જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ખાતે શાનદાર રીતે યોજાયો.
આ પ્રસંગે કુલપતિએ પંચમહાલ જિલ્લામાં આવેલી અને સુવિધા સભર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિવિધ 25 અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સિટી ખાતે શરૂ કરેલ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિશે વિગતે માહિતી આપી હતી. સાથે સાથે હોસ્ટેલની સગવડ, વિશાળ રમતગમતના મેદાનની સગવડ, વિદ્યાર્થીઓ માટે બસની સગવડનો આ વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે માટે તમામ આચાર્યોને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી અપાઈ હતી.
ડો. પ્રવીણભાઈ દરજીએ શિક્ષણ અને શિક્ષક વિશે, ડો.પલકબેન કંસારા અને નિખિલભાઇએ માનસિક સ્વાસ્થ્ય અંગે અને કિરીટભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા અંગેની માહિતી અપી હતી.
આ નવતર પહેલ માટે જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ, આચાર્ય સંઘ અને શૈક્ષિક સંઘ પંચમહાલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ અંગત રસ લઈ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે તત્પરતા દાખવી હતી.


