GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ફૈઝ ફાઉન્ડેશન માંગરોળ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટેડ બાય: Danish Gujarati, Mangrolપ્રકાશિત :
ફોટો 1 / 5
માંગરોળ ખાતે આજે ફૈઝ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત મુફ્તી અબ્દુલ્લાહ સાહેબ તથા હાફિઝ હારૂન ઢેરા સાહેબ,એડવોકેટ ઝાહિદ સાહેબ શેખ,આદમ સાહેબ ભાટા, મૌલવી હુઝેફા કરુડ,યુસુફભાઈ ચુડલી,ઈબ્રાહીમ સુરા,આદમ અમરેલીયા,ઇસ્માઇલ કુલાલા, હાજીમુસા કુલાલા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને સમાજના દરેક વર્ગે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આગળ આવવાની અપીલ કરી. ફૈઝ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ રાહતદરે ચોપડાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું અને શિસ્તબદ્ધ રીતે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. સમાજસેવાના આ કાર્ય બદલ ઉપસ્થિત લોકોએ ફૈઝ ફાઉન્ડેશન માંગરોળની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.




