GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ખેતીવાડી વીજ કનેકશન ધરાવતા ખેડૂતો લાઇટની રાહ જોતા નજરે પડ્યા
રિપોર્ટેડ બાય: પ્રદિપકુમાર બારીઆ (ઘોઘંબા), ઘોઘંબાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઘોઘંબા તાલુકામાં આવેલા વીજ કનેકશન ધરાવતા ખેડૂતો લાઈટ ની રાહ જોતા હોય છે. ખેતી કરવા ના સમયે ખેડૂતો પોતાના જીવન જરૂરિયાત અનુસાર લાઇટ કનેક્શન મેળવતા હોય છે કે જેઓ ખેતી કરવા ના સમયે ઉપયોગમાં લેવાય પણ નહીં તો કંઇક અલગ દૃશ્યો સામે આવ્યા છે.
ઘોઘંબા તાલુકાના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતો પોતાના ખેતરો માં ડાગર રોપવાના સમયે લાઈટ મળતી નથી. ખેડૂતો પોતાના ખેતરો માં કનેકશન ની ઓરડીઓ પર જઈને વીજ પુરવઠા ની રાહ જોતા નજરે પડ્યા છે. શું ખરેખર ખેડૂતો ને આ સમસ્યા ચાલી રહેશે તો શું ખેતી કરવામાં આ વીજ પુરવઠો ઉપયોગ કરવામાં આવે કે નહીં તેવા અનેક સવાલો ઉભા થયા છે.
જેમાં ઘોઘંબા તાલુકામાં 24 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે તો શું આ ખેડૂતો ને કેમ નહીં તેવા પણ અનેક સવાલો ઉઠ્યા છે. જેમ કે લાઇટ બીલ ખૂબ ઊંચા પ્રમાણ મા આવે છે તો લાઇટ કેમ નહીં આપવા આવતું તેવા પણ સવાલો કે પછી ખાલી લાઈટ બિલો જ ભરવા પૂરતા ખેડૂતો ને કનેકશન આપવામાં આવ્યા છે કે શું?
ઘોઘંબા તાલુકાના ઘણા વિસ્તારોમાં માં વીજ કનેકશન ના વાયરો વૃક્ષો ની ઝાડી ઓ મા ફસાયેલા પણ જોવા મળી રહ્યા છે તો કોઈ ને લાઇટ કરંટ લાગે તો કોઈ નજીવી ઘટનાં બને તો કોણ જવાબ દાર એ પણ એક સવાલ છે.
ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામના બારીઆ ફળી ગામના વિસ્તારોમાં વીજ કનેકશન ના વાયરો વૃક્ષો ની અંદર જોવા મળતા હોય છે તો આ ચોમાસા માં વીજ કરંટ જમીન સુધી પહોંચી શકે છે અને મોટી દુર્ઘટના બની શકે છે તેવા સંજોગોમાં કોણ જવાબ દાર એ પણ એક સવાલ છે.
ઘણા ખેડૂતો લાઇટ ની રાહ જોઈ રહ્યા છે કે વીજ પુરવઠો આવે તો ખેતર માં પાણી મૂકીને પણ ખેતી કરી એ તેવી આશા રાખી રહ્યા છે પણ અહીં તો ખાલી રાહ જોતા નજરે પડ્યા છે. અને ઓફીસોમાં કર્મચારીઓ મોજ માણતા હોય તેવું લાગી રહ્યું છે. કહેવા જતા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને મોટી મોટી વાતો કરવામાં મગશૂલ બની બેઠા હોય છે.





