GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બે મહિનાથી ચાંદખેડા વિસ્તારમાં ભટકતી નિરાધાર મહિલાને અભયમે સુરક્ષિત આશ્રય અપાવ્યો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના સ્નેહ પ્લાઝા નજીક છેલ્લા બે મહિનાથી એક નિરાધાર મહિલા ભટકતી હોવાની જાણ એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કરતા અભયમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા નિરાધાર હોવાનું જણાતા વાસણા વિસ્તારની સંસ્થા મા આશ્રય અપાવ્યો હતો.
કારણસર ખૂબ જ દુઃખી હોવાનું જણાતાં તે રડી પડી હતી
જાગૃત નાગરિકના કોલથી અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાના વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નહોતી. વાતચીત દરમિયાન પરિવાર હોવાની વાત કરી હતી, પરંતુ પરિવારના સભ્યો હવે જીવિત નથી અને કોઈ અંગત કારણસર ખૂબ જ દુઃખી હોવાનું જણાતાં તે રડી પડી હતી.અભયમ ટીમે મહિલાને સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવા માટે ઘણી સમજાવટ કરી, પરંતુ શરૂઆતમાં તેણે જવાનો ઇનકાર કર્યો અને ખૂબ જ અસ્વસ્થ થઈ આમતેમ ભાગવા લાગી. ટીમે ધીરજપૂર્વક સતત સમજાવીને મહિલાને 181ની વાનમાં બેસાડી.
મહિલાની હાલત અત્યંત દયનીય હતી અભયમે સંસ્થામાં આશ્રય અપાવ્યો
મહિલાની હાલત અત્યંત દયનીય હતી. છેલ્લા બે મહિનાથી સ્નાન કે કપડાં બદલ્યાં ન હોવાનું જણાતું હતું અને તેની સ્વચ્છતાની સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. અંતે અભયમ ટીમે મહિલાને અમદાવાદના વાસણા ખાતે આવેલી મા આસ્થા સામાજિક સેવા સંસ્થા ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી હેન્ડઓવર કરી, જ્યાં તેના રહેઠાણ, ભોજન, સારવાર અને જરૂરી સંભાળની વ્યવસ્થા કરવામાં આવી.આમ 181 અભયમ ટીમની સમયસરની કામગીરીને કારણે નિરાધાર મહિલાને સુરક્ષિત આશ્રય અને નવી સંભાળ મળી છે.
