GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મહી નદી પર ‘બદલપુર–કારેલી બેરેજ કમ બ્રિજ’ને સૈદ્ધાંતિક મંજૂરી બદલ બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ નાણામંત્રી અને પાણી પુરવઠા મંત્રીને આભાર વ્યક્ત કર્યો
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 3
આજરોજ ગાંધીનગર ખાતે બોરસદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી એ મહી નદી પર નિર્માણ પામનાર ‘બદલપુર–કારેલી બેરેજ કમ બ્રિજ’ જેવી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાને રાજ્ય સરકારે તાજેતરમાં અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં તેમના આત્મીય સહકાર, માર્ગદર્શન અને વિસ્તારના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આજરોજ ગાંધીનગર ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ને રૂબરૂ મળીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.



