GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
એક સગાઈ તોડવી ચૂકેલ પૂર્વ પ્રેમી બીજી સગાઈ તોડાવવા, હેરાન કરતા યુવતીએ અભયમની મદદથી પ્રેમીને કાયદાનું ભાન કરાવ્યુ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર વર્ષ સુધી યુવતી સાથે પ્રેમ સબંધ બાદ પ્રેમ લગ્ન કરનાર પ્રેમીને ,યુવક બેકાર હોવાથી છુટાછેડા લેતા યુવતીની બીજે સગાઈ કરતા પ્રેમ સંબંધ દરમિયાનના વીડિયો ફોટા વાયરલ કરી વારંવાર સગાઈ તોડાવનાર પૂર્વ પ્રેમી ની શાન ઠેકાણે લાવવા યુવતીએ અભયમની મદદ લેતા અભયમે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવતા યુવકે હેરાનગતિ નહિ કરવા બાંહેધરી આપી.
4 વર્ષ પ્રેમ સંબંધ,પ્રેમ લગ્ન બાદ પ્રેમી કામધંધો નહિ કરતા પ્રેમિકાએ છુટાછેડા લીધા
યુવતીના કોલ બાદ ઘેર પહોંચેલી અભયમ ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી તેમની અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો તેમજ બંનેએ પ્રેમલગ્ન પણ કર્યા હતા. જોકે યુવક કોઈ કામધંધો કરતો નથી, દારૂ પીવે છે અને દારૂના ધંધા સાથે સંકળાયેલો હોવાથી બંને વચ્ચે મતભેદ સર્જાયા હતા.આથી છુટાછેડા લઈ લીધેલ.
એક સગાઉ તોડાવી હતી,બીજી તોડાવવા હેરાન કરે છે
યુવક વારંવાર તેમના ઘરે આવી તેમની તેમજ તેમના ભાઈ-બહેનો સાથે ઝઘડો કરતો હતો. ઉપરાંત બંનેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાથી અગાઉ તેમની એક સગાઈ પણ તૂટી ગઈ હતી. હાલમાં ફરી સગાઈ નક્કી થતાં યુવક ફરીથી હેરાનગતિ કરવા લાગ્યો છે. યુવતીએ જણાવ્યું કે હવે તેઓ યુવક સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી.યુવકે તેમના દસ્તાવેજોનો ખોટી રીતે ઉપયોગ કરીને નાણાંનું રોકાણ કર્યું છે અને આ મામલે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કારણસર પણ તેઓ યુવક સાથે રહેવા તૈયાર નથી.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપવી કાયદેસર ગુનો
અભયમની ટીમે યુવકને કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ટીમે સમજાવ્યું હતું કે કોઈપણ મહિલાને ધમકી આપવી, વારંવાર હેરાન કરવી, ઘરે જઈ ઝઘડો કરવો અથવા ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપવી કાયદેસર ગુનો છે અને આવી હરકતો બદલ પોલીસ ફરિયાદ તેમજ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
કોર્ટમાં ચાલી રહેલા કેસની કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવાની સલાહ આપી
ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં યુવતીને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરે તેમજ તેમના ઘરે જઈ ઝઘડો નહીં કરે તેવી લેખિત અને મૌખિક બાહેધરી આપી હતી. ત્યારબાદ 181 અભયમની ટીમે બંને પક્ષોને શાંતિ જાળવવા અને કોર્ટમાં ચાલી રહેલા કેસની કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવાની સલાહ આપી હતી. મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાતા પીડિત મહિલાએ સમયસર મદદ માટે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
