મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

"અભી ઉંમર નહિ હૈ પ્યાર કી" 14 વર્ષીય દીકરી બોયફ્રેન્ડના પ્રેમમાં પડતા માતાએ અભયમ બોલાવી, અભયમે દીકરીને સમજાવતા માફી માંગી અભ્યાસ પર ધ્યાન આપશે

"અભી ઉંમર નહિ હૈ પ્યાર કી" 14 વર્ષીય દીકરી બોયફ્રેન્ડના પ્રેમમાં પડતા માતાએ અભયમ બોલાવી, અભયમે દીકરીને સમજાવતા માફી માંગી અભ્યાસ પર ધ્યાન આપશે — ફોટો 1

    ઘરમાં કિશોર વયની દીકરીઓ ભણવાની ઉંમરે પ્રેમ સંબંધોમાં પડતી હોય અને માતા-પિતાની વાત ન માનતી હોય ત્યારે અનેક પરિવારો અભયમ-181ની મદદ લેતા હોય છે. આવા જ એક બનાવમાં 14 વર્ષની કિશોરી બોયફ્રેન્ડ સાથે સતત વાતચીત કરતી હોવાનું જાણવા મળતાં માતાએ અભયમની મદદ લીધી હતી.

       18 વર્ષીય મોટી દીકરીએ પ્રેમ લગ્ન કર્યા,14 વર્ષીય દીકરી કોઈના પ્રેમમાં છે

   માતાનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે  અગાઉ 18 વર્ષની મોટી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવાર પહેલેથી જ માનસિક તણાવમાં હતો. તે દરમિયાન 14 વર્ષની નાની દીકરીએ છેલ્લા ત્રણ મહિનાથી બોયફ્રેન્ડ હોવાની વાત કરતાં તેને સમજાવી ભવિષ્યમાં યોગ્ય ઉંમરે આવા નિર્ણયો લેવા જણાવ્યું હતું. છતાં દીકરી દિવસભર મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી અભ્યાસ પર અસર થવા લાગી હતી અને ઘરમાં વારંવાર ઝઘડાની સ્થિતિ સર્જાતી હતી.આથી અભયમની મદદ લીધી.

   અભયમે આકર્ષણ અને પરિપક્વ પ્રેમ વચ્ચે તફાવત સમજાવતા કિશોરીએ માફી માંગી પર ધ્યાન આપવા ખાતરી આપી 

    માતા બાદ કિશોરી સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે તેને આ ઉંમરે અભ્યાસને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી તેમજ આકર્ષણ અને પરિપક્વ પ્રેમ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. સાથે જ નાની ઉંમરે આવા સંબંધોથી ભવિષ્યમાં થનારી મુશ્કેલીઓ અંગે પણ સમજણ આપવામાં આવી હતી.કાઉન્સેલિંગ બાદ કિશોરીએ પોતાની ભૂલ સ્વીકારી, માતાની માફી માંગી અને લેખિતમાં ખાતરી આપી કે હવે તે આવા સંબંધોથી દૂર રહી અભ્યાસ પર ધ્યાન આપશે તેમજ માતા-પિતાના માર્ગદર્શન મુજબ વર્તશે.