GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પાંચ મહિનાની ગર્ભવતી પુત્રવધૂની પ્રેગ્નન્સીની મેડિકલ ફાઇલ અને દવાઓ સાસરિયાઓએ ન આપતાં મહિલાએ અભયમની મદદથી પરત મેળવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

પાંચ મહિનાની ગર્ભવતી પુત્રવધૂની પ્રેગ્નન્સીની મેડિકલ ફાઇલ અને દવાઓ સાસરિયાઓએ ન આપતાં મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી પતિ અને સાસુને કાયદાકીય માહિતી તથા સમજણ આપતા તેમણે મહિલાની મેડિકલ ફાઇલ અને દવાઓ પરત સોંપી હતી. ફાઇલ મળતાં મહિલાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બે દિવસ પિયર બહેનની સગાઈમાં આવેલી પતિ ઝગડો કરી જતો રહ્યો,પિતા સાસરિયે મોકલતા નથી
અભયમ ટીમ કોલ બાદ ઘટના સ્થળે પહોંચતા મહિલાએ જણાવ્યું કે તેના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેને એક પુત્ર છે. હાલ તે પાંચ મહિનાની ગર્ભવતી છે. મહિલાના જણાવ્યા મુજબ તેના સાસરિયાઓ તેને પિયર જવા દેતા નહોતા. બે-ત્રણ દિવસ અગાઉ તેની નાની બહેનની સગાઈ હોવાથી તે પોતાના પુત્ર સાથે પિયર ગઈ હતી. દરમિયાન તેનો પતિ દારૂના નશામાં પિયર આવી હોબાળો કરીને પરત જતો રહ્યો હતો. આ ઘટનાને કારણે મહિલાના માતા-પિતાએ હાલ તેને સાસરે મોકલવાનો ઇનકાર કર્યો હતો.
બે દિવસ પિયર આવી તાવ આવ્યો પિયરમાં સાસુ હોસ્પિટલની ફાઇલ આપતા નથી
આ દરમિયાન મહિલાને કમળો થતાં તાવ આવતો હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર હતી. જોકે તેની પ્રેગ્નન્સીની મેડિકલ ફાઇલ અને જરૂરી દવાઓ સાસરે જ હતી. મહિલાની માતા ફાઇલ અને દવાઓ લેવા સાસરે ગયા હતા, પરંતુ સાસરિયાઓએ ફાઇલ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલાએ સાસરાના વિસ્તાર નજીકથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી હતી.
સાસરી નજીકથી અભયમને કોલ કર્યો,અભયમે ફાઇલ અને દવા અપાવી
કોલ મળતા અભયમની ટીમ મહિલાને સાથે લઈ તેના સાસરે પહોંચી હતી. ત્યાં હાજર પતિ અને સાસુ સાથે વાતચીત કરી તેમને મહિલાના આરોગ્યની ગંભીરતા સમજાવી તેમજ કાયદાકીય જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલિંગ બાદ પતિ અને સાસુએ મહિલાની પ્રેગ્નન્સીની મેડિકલ ફાઇલ તથા દવાઓ સોંપી હતી, જેથી તે સમયસર સારવાર લઈ શકે. ફાઇલ અને દવાઓ મળતાં મહિલાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
