GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલ દ્વારા ૧૨મા "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 4
નિધિ સ્કૂલ દ્વારા ૧૨મા "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી
રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલ દ્વારા 21મી જૂન એટલે કે 12મો "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ", આ દિવસની ઉજવણી દર વર્ષે નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવે છે, નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સમૂહમાં યોગ કરીને આ દિવસની ઉજવણી કરેલ હતી, યોગા કોચ ચંદનબેન વિઠલાણી દ્વારા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને છેલ્લા 15 દિવસથી યોગા અભ્યાસ માટે તૈયાર કરેલ હતા, તેમા સૂર્ય નમસ્કાર,પ્રાણાયમ, વિવિધ આસન, યોગ કરાવેલ હતા, તે અંતર્ગત આજ રોજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ યોગનું પ્રદર્શન કરી સમૂહ યોગ કરેલ હતા. આ યોગ દિવસમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દૃષ્ટિ ચાવડીયા, સ્નેહા મેમ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ જોડાયેલ હતો અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમૂહમાં ઉજવણી કરેલ હતી.



