મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમૂહમા ગુજરાતી ફીલ્મ "ભમરડો" નિહાળી

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમૂહમા ગુજરાતી ફીલ્મ "ભમરડો" નિહાળી

નિઘિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના શિક્ષક ગણ માટે ખાસ એક અદભુત અને પ્રેરણાદાયી ગુજરાતી ફિલ્મ "ભમરડો" ના સ્પેશિયલ શોનું આયોજન રિલાયન્સ સિનેમા ખાતે આજે કરવામાં આવ્યું હતુ,આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ દરેક બાળકે જોવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી એક અદભુત શિખામણ છે. બાળકના ઘડતરમાં આ ફિલ્મ ખૂબ જ સકારાત્મક ભાગ ભજવશે.  "જીવનના મૂલ્યો શીખવતી, દરેક બાળકે જોવા જેવી ફિલ્મ - "ભમરડો" ચાલો, આપણા બાળકોને શિક્ષણ સાથે સાચા જીવનના સંસ્કારો પણ આપીએ.   આ ફીલ્મ શો મા સ્કૂલના ટ્રસ્ટી હેમાલીબા ચુડાસમા, કાજલબા ચુડાસમા,હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટી ચાવડીયા, સ્નેહા માંકડ તેમજ શિક્ષક ગણ જોડાયેલ હતો,નિઘિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ તેમજ મનોરંજન અર્થે આવા અવનવા કાર્યક્રમો યોજવામા આવે છે.