મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

રાજકોટ રેન્જની ટીમે રેડ કરી ઉપલેટાના પાનેલી ગામ પાસે ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા

ઉપલેટા

રાજકોટ રેન્જની ટીમે રેડ કરી ઉપલેટાના પાનેલી ગામ પાસે ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા

પકડાયેલા વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. ૧,૧૫,૦૦,૦૦૦/- ની કિંમતનો માતબર મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો

આ ઈસમો પાસેથી ૧ જેસીબી (કિંમત રૂ. ૧૫ લાખ), ૧ લોડર ટ્રેક્ટર (કિંમત રૂ. ૧૦ લાખ), ૨ ડમ્પર (કિંમત રૂ. ૩૦ લાખ) અને ૨ આઇસર ટ્રેક્ટર (કિંમત રૂ. ૧૦ લાખ) જપ્ત કરાયા

વાહનો ઉપરાંત સ્થળ પરથી રૂપિયા ૫૦ લાખની કિંમતનો ગેરકાયદેસર રેતીનો સ્ટોક પણ કબજે કરવામાં આવ્યો

તમામ મુદ્દામાલ અને પકડાયેલા ઈસમોને આગળની કાયદેસરની અને દંડનીય કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ તથા ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યા

રાજકોટ રેન્જની ટીમના P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના શિવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયાને મળેલી ચોક્કસ હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત