GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મોરબી ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પમાં ૮૮ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો
રિપોર્ટેડ બાય: Faculty of Physiotherapy, Marwadi University Rajkot, Morbiપ્રકાશિત :
ફોટો 1 / 5
તા. ૨૦/૦૬/૨૦૨૬ (શનિવાર) ના રોજ રાજકોટ ફિઝીયોકૅર ફિઝીયોથેરાપી સેન્ટર (શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ), જીઆઈડીસી મેઈન રોડ, મોરબી ખાતે ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૮૮ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન લાભાર્થીઓનું પ્રાથમિક આરોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, ઊંચાઈ અને વજનની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીઓની વિગતવાર તપાસ કરીને તેમની શારીરિક તકલીફોને અનુરૂપ વ્યાયામ, ફિઝીયોથેરાપી માર્ગદર્શન અને આરોગ્ય જાગૃતિ અંગે સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત, પ્રિવેન્ટિવ ફિઝીયોથેરાપી, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેમ્પનું આયોજન અને માર્ગદર્શન ડૉ. કેશા અગ્રવાલ (ન્યુરો ફિઝીયોથેરાપિસ્ટ, ફિઝીયોકૅર ફિઝીયોથેરાપી સેન્ટર ,શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ, મોરબી) અનેફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી ના ડૉ. શાહરુખખાન ચૌહાણ (PT), ડૉ. પૂજા વોરા (PT), ડૉ. કુલદીપ રામાવત (PT) અને ડૉ. પ્રીત મહેતા (PT) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ફિઝીયોથેરાપી કોલેજ ના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. સાથે જ ફિઝીયોથેરાપી કોલેજના એલ્યુમ્નાઈ ડૉ. ડેનિસ ઉઘરેજા(PT) ડૉ. ઉમંગ વરસડા(PT) અને ડૉ. ખુશી સારેસિયા (PT) પણ કેમ્પમાં ઉપસ્થિત રહી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.
ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છે. સંસ્થા દ્વારા સંચાલિત પાંચ વિવિધ ઓપીડી (OPD) મારફતે અત્યાર સુધીમાં 2 લાખ થી વધુ દર્દીઓને ગુણવત્તાસભર ફિઝીયોથેરાપી સારવાર અને માર્ગદર્શનનો લાભ આપવામાં આવ્યો છે. આવા આરોગ્યલક્ષી કેમ્પો અને સમુદાય આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થા સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.





