GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રેરણાદાયી ઉજવણી
રિપોર્ટેડ બાય: Nikunj Kataria, અટોદરાપ્રકાશિત :
ફોટો 1 / 5
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.
યોગ ટ્રેનર જસુબેન તથા ધર્મિષ્ઠાબેન દ્વારા વિદ્યાર્થીઓને યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર તેમજ દૈનિક જીવનમાં યોગને અપનાવવાના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરી હતી. આ પ્રસંગે શાળા સંચાલક શ્રી મનસુખભાઈ સરખેલીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે, જે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ, સજાગ અને સંતુલિત જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નિકુંજભાઈ, તેમજ શ્રી હિમાંશુભાઈ અને ફાલ્ગુનીબેનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે પણ વિદ્યાર્થીઓને યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ યોગને નિયમિત જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




