મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

"રાષ્ટ્રીય વાંચન દિવસ"ની ઉજવણી

નિધિ સ્કૂલ દ્વારા સમૂહ વાંચન કાર્યક્રમ યોજાયો

રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ 19 મી જુન સમગ્ર ભારત રાષ્ટ્રમાં "રાષ્ટ્રીય વાંચન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે, તે અંતર્ગત નિધિ સ્કૂલના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક ગણ દ્વારા સમૂહમાં વાંચન કરીને આ દિવસની ઉજવણી સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતી, બધા વિદ્યાર્થી ગણ તેમજ શિક્ષક દ્વારા એક કલાક સમૂહ વાંચન કરેલ હતું, તેમજ વાંચનથી થતા ફાયદાઓ વિશે શિક્ષક ગણ દ્વારા જણાવવામાં આવેલ હતું, તેમજ વિદ્યાર્થીઓએ દરરોજ એક કલાક વાંચન માટે ફાળવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી, સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલ કે પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર છે.   વાંચનથી મન તંદુરસ્ત બને છે, જો મન તંદુરસ્ત હશે તો તન તંદુરસ્ત બનશે, વર્તમાન સમયમાં બાળકો મોબાઇલ તરફ વધારે જોડાયેલ હોય ત્યારે વાંચનનું મહત્વ પુસ્તકો દ્વારા બાળકોને મોબાઈલથી દૂર કરવા માટેનું શ્રેષ્ઠ વિકલ્પ છે, ત્યારે બધા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો વાંચનને પોતાનો શોખ બનાવે તેમ જ મોબાઈલથી દૂર રહે તેની સમજ આપેલ હતી, તેમજ વાંચનનું મહત્વ દરેક વિદ્યાર્થીને ત્યારે જ સમજાય કે જ્યારે તે પુસ્તક વાંચવાનો શરૂ કરે, તેમજ પુસ્તકમાં રહેલ અર્થને સમજી જીવનમાં ઉતારે ત્યારે જ વાંચન સફળ થાય છે, આ સમૂહ વાંચન કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, સ્કૂલના શિક્ષક ગણ બીના ગોહેલ,કાજલબા ચુડાસમા હર્ષદ રાઠોડ,દ્રષ્ટિ ચાવડીયા,સ્નેહામેમ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ જોડાયેલ હતો.