મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાલવાટિકાના બાળકોનું ઉમંગભેર સ્વાગત

* **શાળા:** શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા - PM SHRI, ગુજરાત * **તારીખ:** ૦૮-૦૬-૨૦૨૬ શાળા ખુલવાના પ્રથમ દિવસે બાળવાટિકાના બાળકોના સ્વાગત માટે એક ટ્રેક્ટરને ફુગ્ગા, નાળિયેરી-કેળના પાન અને તોરણોથી શણગારીને **"વિદ્યારથ"** નામ આપવામાં આવ્યું હતું. સવારે ૮:૦૦ કલાકે આ "વિદ્યારથ" ગામની શેરીઓમાં નીકળ્યું.

વાલીઓએ બાળકોને નવા કપડાં પહેરાવી, હાથમાં શ્રીફળ અને સાકર આપી તૈયાર રાખ્યા હતા. ધોરણ-૬, ૭, ૮ ની બહેનોએ બાળકોને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી ટ્રેક્ટરમાં બેસાડ્યા. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ ડ્રમના સંગીત સાથે માહોલ ગુંજવ્યો, જે જોઈ ગ્રામજનો ખૂબ ખુશ થયા. શાળાએ પહોંચતા જ બાળકોને રંગીન કલર, ફુગ્ગા અને કુલ્ફી આપવામાં આવી. આ સુંદર આયોજનથી બાળકોનો પ્રથમ દિવસ ખૂબ જ યાદગાર બની રહ્યો.