મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દારૂ સિગારેટ, પાન મસાલા અને યુવાનોના રવાડે ચઢેલી સગીર દીકરીને બચાવવા માતાએ અભયમની મદદ લીધી

દારૂ સિગારેટ, પાન મસાલા અને યુવાનોના રવાડે ચઢેલી સગીર દીકરીને બચાવવા માતાએ અભયમની મદદ લીધી — ફોટો 1

     અમદાવાદ ઉત્તર વિસ્તારમાં એક ચિંતાજનક ઘટનામાં ભણવામાં ધ્યાન ન આપતી અને દારૂ, સિગારેટ તેમજ અન્ય નશાની આદતમાં ફસાઈ ગયેલી સગીર વયની દીકરીને યોગ્ય માર્ગદર્શન આપવા તેની માતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સગીરાને પોતાની ભૂલ સમજાવતા તે હવે નશો અને ખોટી સંગત છોડવા સહમત થઈ છે.

     માતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે તેમને ત્રણ દીકરીઓ છે અને તેમના પતિ મજૂરી કામ કરે છે. સૌથી નાની સગીર દીકરી છેલ્લા કેટલાક સમયથી સિગારેટ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોના વ્યસનમાં ફસાઈ ગઈ છે. તે અલગ-અલગ યુવકો સાથે રાત્રે ફરવા જતી અને હોટલોમાં પણ રોકાતી હતી. પરિવાર દ્વારા સમજાવ્યા છતાં તે કોઈની વાત સાંભળતી નથી.મોટી બહેનો જ્યારે તેને સમજાવવાનો પ્રયાસ કરતી ત્યારે સગીરા તેમને કહેતી હતી કે, "મારે મારી જિંદગી મારી રીતે જીવવી છે, મને ભણવામાં રસ નથી અને આવી જ લાઈફસ્ટાઇલ ગમે છે."

 જીવન માત્ર મોજ મસ્તી માટે નથી,નશો છોડ ભણવામાં ધ્યાન આપ:- અભયમની સલાહ 

આ બાદ અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સમજાવ્યું કે જીવન માત્ર મોજ-મસ્તી માટે નથી. આ ઉંમર ભણવાની અને ભવિષ્ય ઘડવાની છે. હાલ ખોટી સંગત અને નશાની આદત તેના ભવિષ્યને બરબાદ કરી શકે છે. ટીમે તેને સમજાવ્યું કે માતા-પિતા તેના સુખી ભવિષ્ય માટે ચિંતિત છે અને યોગ્ય સમયે તારા મનગમતા પાત્ર સાથે લગ્ન કરાવી આપશે.ઈચ્છા 

હવેથી નશો અને આ વિસ્તાર છોડી દઈશું :- નશાના રવાડે ચઢેલી સગીરા

   અભયમની સમજાવટ બાદ સગીરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે હવે પછી નશો, ખોટી સંગત અને રાત્રે બહાર ફરવાનું બંધ કરવાની ખાતરી આપી. સાથે જ તેણે ફરીથી ભણવાનું શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિવાર દ્વારા પણ હાલના વિસ્તારને છોડીને અન્ય સ્થળે ભાડાના મકાનમાં રહેવા જવાની અને દીકરીને નવી શરૂઆત કરાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.