મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મારવાડી ફિઝીયોથેરાપી સેન્ટર (જાગનાથ OPD,) ખાતે નિઃશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો

તા. ૧૨/૦૬/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ મારવાડી ફિઝીયોથેરાપી સેન્ટર, જાગનાથ OPD, રાજકોટ ખાતે સંચાલક ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝીયોથેરાપી નિદાન તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન ગરદન અને કમરના દુખાવા, નસ દબાવાની સમસ્યા, મણકાના ઘસારાની તકલીફ, સાયટીકા, ગરદન અને કમરના સ્નાયુઓના દુખાવા તેમજ એક મણકા ઉપર બીજો મણકો ખસી જવાની (સ્પોન્ડિલોલિસ્થેસિસ) જેવી સમસ્યાઓ અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્દીઓને તેમની તકલીફ અનુસાર જરૂરી સલાહ, જીવનશૈલીમાં ફેરફાર અને ફિઝીયોથેરાપી સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.

કેમ્પમાં જાણીતા સ્પાઇન સર્જન ડૉ. હર્ષ કોટડીયા (M.S. Ortho, FISS, FMISS, FESS) દ્વારા દર્દીઓનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ડૉ. રમેશ પોરીયા (PT) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી સમાજમાં આરોગ્ય જાગૃતિ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. આવા નિઃશુલ્ક નિદાન કેમ્પો દ્વારા લોકોને સમયસર નિદાન, યોગ્ય માર્ગદર્શન અને આરોગ્ય સંબંધિત જાગૃતિ પ્રાપ્ત થાય છે, જે સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.