GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ફતેપુરા તાલુકાના વટલી અને મોટીરેલ ખાતે 'ટીબી મુક્ત ભારત' અભિયાન અંતર્ગત મેગા હેલ્થ સ્ક્રીનિંગ અને એક્સ-રે કેમ્પનું સફળ આયોજન
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા દાહોદ, ફતેપુરાપ્રકાશિત :
ફોટો 1 / 4
ભારત સરકારના 'રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ' અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ શ્રેણીમાં તાજેતરમાં મોટીરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વટલી અને મોટીરેલ સબ સેન્ટર ખાતે એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અત્યાધુનિક પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા શંકાસ્પદ ટીબી દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી. પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. આમલિયારના સીધા માર્ગદર્શન હેઠળ અને મોટીરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ભૂમિબેન તાવીયાડની ઉપસ્થિતિમાં આ સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી. એક્સ-રે તપાસ: કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮૩ શંકાસ્પદ દર્દીઓના પોર્ટેબલ એક્સ-રે કરવામાં આવ્યા હતા. સર્વાંગી આરોગ્ય તપાસ: માત્ર ટીબી નિદાન જ નહીં, પરંતુ લાભાર્થીઓના સર્વાંગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ 183 દર્દીઓની ઊંચાઈ (Height), વજન (Weight) અને એન.સી.ડી. (બિન-ચેપી રોગો - NCD) માટેનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ પહોંચાડીને ટીબીના વહેલા નિદાન અને સારવાર માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.



