GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઝાલોદ પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા દાહોદ, ઝાલોદપ્રકાશિત :
ફોટો 1 / 5
ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ફતેપુરા વિધાનસભાના ફતેપુરા, સુખસર, સંજેલી તાલુકા અને ઝાલોદ વિધાનસભાના ઝાલોદ, લીમડી (ગુરુ-ગોવિંદ નગરી) તાલુકાઓની સંયુક્ત 'તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષક (DySP) શ્રી પટેલ સાહેબ તેમજ પાંચેય તાલુકાના પ્રમુખશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જનસુખાકારી પર ભાર: બેઠકમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ, માળખાગત સુવિધાઓ, આરોગ્યલક્ષી પ્રશ્નો અને જમીન મહેસૂલ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓને સૂચના: મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે સક્રિય બનવા અને પેન્ડિંગ કામગીરીનો વહેલી તકે નિકાલ લાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
સંકલન: તાલુકા સ્તરના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન સાધીને પ્રજાને પારદર્શક અને ઝડપી સેવા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોની ફરિયાદોને સીધી રીતે સાંભળીને વહીવટી સ્તરે તેનું ત્વરિત નિરાકરણ લાવવાનો છે.





