GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સુખસર તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા દાહોદ, સુખસરપ્રકાશિત :
ફોટો 1 / 5
સુખસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ ડિંડોર અને ઉપપ્રમુખ મંજુલાબેન ગરાસીયાએ વિધિવત પદભાર સંભાળ્યો
આજે સુખસર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં સુખસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભરતભાઈ ડિંડોર અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન ગરાસીયાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી, જેમાં શુભ મુહૂર્તમાં નવા હોદ્દેદારોએ ચાર્જ ગ્રહણ કર્યો હતો. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ ડિંડોર અને ઉપપ્રમુખ મંજુલાબેન ગરાસીયાએ જણાવ્યું હતું કે, સુખસર તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી અને તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવો એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. તેમણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના, સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે તાલુકાના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. આ પદગ્રહણ સમારોહમાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવા પદાધિકારીઓને ફૂલહાર અને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના અંતે સહુ ઉપસ્થિતોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉત્સાહપૂર્વક ખુશી વ્યક્ત કરી હતી. નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ સુખસર તાલુકામાં વિકાસના નવા કામો થશે તેવી આશા સ્થાનિક નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર યાસીર ગુડાલા ફતેપુરા




