મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દાહોદમાં વાવાઝોડાને કારણે કાર્નિવલ મેળામાં ભારે તબાહી મચાવી

ગત રોજ દાહોદના પડાવ મેદાન ખાતે આયોજિત 'દાહોદ કાર્નિવલ મેળા'માં અચાનક ત્રાટકેલા ભારે વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાની થવા પામી છે. સદનસીબે, મેળો સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલા જ આ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી.

વાવાઝોડાના તેજ પવનને કારણે મેળાનો મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ), જે લાકડાના માળખાથી તૈયાર કરવામાં આવ્યો હતો, તે ધરાશાયી થઈ ગયો હતો. આ ઉપરાંત, મેળામાં ઉભી કરાયેલ વિવિધ દુકાનોના પતરાં ઉડી ગયા હતા અને અન્ય માળખાગત સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.   રાહતની વાત એ છે કે મેળામાં સ્થાપિત કરવામાં આવેલા કોઈ પણ રાઈડ્સ કે ઝૂલાઓને આ વાવાઝોડામાં નુકસાન થયું નથી. આર્થિક નુકસાન: પ્રાથમિક અંદાજ મુજબ, વાવાઝોડાને લીધે મેળાના સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.   મેળો શરૂ થાય તે અગાઉ જ કુદરતી આફત આવી પડતા આયોજકોને મોટો ફટકો પડ્યો છે. હાલ સ્થિતિને પૂર્વવત કરવા અને નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.