મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સંજેલીના કોટા ગામે વાવાઝોડાનો કહેર: રામદેવ ફળિયામાં કાચું મકાન ધરાશાયી થતાં પરિવાર ખુલ્લા આકાશે, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ

સંજેલી તાલુકામાં કોટા રામદેવ ફળિયા વાવાઝોડું અને વરસાદને કારણે કાચું મકાન ધરાસાઈ

સંજેલી તાલુકામાં કોટા ગામમાં રામદેવ ફળિયુ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન તથા ગાજવીજ સાથે મકાન તૂટી પડતા વિનાશક વરસાદ ખાબક્યો હતો. આ કુદરતી આફત દરમિયાન કોટા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં વાવાઝોડાના કારણે એક ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ કાચું મકાન ધરાશાયી થઈ ગયું છે.    નળિયાવાળા કાચા મકાનની છત મોડી રાત્રે વાવાઝોડાના કારણે અચાનક તૂટી પડી હતી. મકાન ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલા , તેમના પુત્ર, પુત્રવધૂ અને બાળકો સહિત પરિવારના સામાન કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે ઘરમાં ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઇ હતી. સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી   આસપાસના પડોશીઓ અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે પરિવારના કોઈ સભ્યને ગંભીર ઈજા થઈ નથી અને તમામનો આબાદ બચાવ થયો હતો. પશુધન અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. પરિવાર ભલે બચી ગયો, પરંતુ આ અકસ્માતમાં ભારે નુકસાન થતા તંત્રની ઉદાસીનતા સામે રોષ અને સહાયની માંગ ઉઠી છે.   આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી વહીવટી તંત્ર કે કોઈ સ્થાનિક જનપ્રતિનિધિ સરપંચ અને તલાટી ઘટનાસ્થળે પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ પરિવાર આ આફત બાદ ખુલ્લા આકાશ નીચે ધરતી આવી ગયો છે અને તેમની પાસે હવે રહેવા માટે ઘર રહ્યું નથી ફરિયાદ કરે તો કોને કરે સ્થાનિક સરપંચ અને જવાબદાર અધિકારીઓ માનવીય અભિગમ અપનાવીને તાત્કાલિક આ ગરીબ પરિવારના નુકસાનનો સર્વે કરાવે અને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નોંધ લેવામાં નહીં આવે, તો આ પરિવાર ભારે મુશ્કેલીમાં મુસીબતમાં મુકાઈ જશે.