મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સારમારીયા ગામે અડધી રાત્રે લાગેલી ભીષણ આગમાં 21 સભ્યોના ઘરનો સામાન રાખ: તંત્ર પાસે મદદની આશા

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના સારમારીયા ગામે ભિસરણ આગ લાગી હતી ત્યારે તમામ ઘરવખરી સામાન બળીને ખાખને થઈ ગયો હતો તેની મુલાકાતે

આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા સારમારીયા ગામે આગ થી નુકસાન થયેલ ઘરોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે અસરગ્રસ્તોને સરકાર સહાય મળે એના માટે રજૂઆત કરવા જણાવવામાં આવ્યું.   આશરે અઠવાડિયા અગાઉ સારમારીયા ગામે અચાનક રાત્રે આગ લાગવાથી વિકરાળ રૂપ લીધું અને સામન્ય મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર આશરે 21 જેટલા સભ્યો સાથે 4 ભાઈઓ પરેશભાઈ હરસિંગભાઈ ભુરીયા, સુરેશભાઈ હરસિંગભાઈ ભુરીયા, પ્રવિણભાઇ હરસિંગભાઈ ભુરીયા અને રમેશભાઈ હરસિંગભાઈ ભુરીયા સયુંકત કુટુંબ સાથે રહે છે. જેઓ ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હતા ત્યારે અઢી વાગ્યાના આસપાસ તેઓ આ પરિસ્થિતિનો ભોગ બન્યા તેમજ તમામ મિલકત બળીને રાખ થઈ ગઈ .જેઓના મહત્વના ડોક્યુમેન્ટ,કેટલીક રોકડ રકમ અને સોના ચાંદી, અનાજ અને ઢોર માટેનું ઘાસ કરીને મોટી માત્રામાં આર્થિક નુકશાન થયું હતું. હાલ સરકાર દ્વારા નુકશાની સર્વે તો કરવામાં આવ્યું છે ત્યારે આ નિરાધાર પરિવારને કોઈપણ પ્રકાર ની આર્થિક સહાય આપવામ સરકાર દ્વારા આપવામાં આવેલ નથી એમ જણાવવામાં આવ્યું હતું.