મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગોધરા: જુના વેજલપુર રોડ પર ખાડાઓનો ત્રાસ, રાહદારીઓ રોંગ સાઈડ જવા મજબૂર

ગોધરાના જુના વેજલપુર રોડ પર રસ્તાની બિસ્માર હાલતને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર અતિશય ખાડાઓ હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને સલામત રીતે પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.   ખાડાઓથી બચવા માટે ઘણા વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર બની રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. વધુમાં રસ્તાની બાજુમાં અડચણરૂપ રીતે પાર્ક કરેલી ગાડીઓના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી રસ્તાની સમસ્યા યથાવત છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. લોકો દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવા અને ગેરરીતિથી પાર્ક કરાતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.