GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અફેર મુદ્દે પત્ની સાથે ઝગડો થતા પતિએ ઘર છોડ્યું, પત્ની પતિને પાછા લાવવા રેલ્વે સ્ટેશન રહેવાની આત્મહત્યાની જીદે ચઢી, જેઠાણીએ દિયરને બચાવવા અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

મૂળ અમદાવાદ પૂર્વની અને હાલમાં પુનાની નર્સરીમાં નોકરી કરતા દંપતિ વચ્ચે પતિના અન્ય યુવતી સાથેના અફેરને લઈને સતત ઝઘડા થતા આખરે મામલો અભયમ સુધી પહોંચ્યો હતો. ઝઘડા બાદ પરિણીતાને એક વર્ષની દીકરી સાથે અમદાવાદ લાવવામાં આવી હતી, જ્યારે પતિ ઘર છોડીને જતા રહેતા પત્નીએ રેલવેસ્ટેશન પહોંચી પતિના મળે ત્યાં સુધી રેલવે સ્ટેશન પર રહેવાની અને આત્મહત્યાની ચીમકી આપતા જેઠાણીએ ,દેરાણીને બચાવવા અભયમ બોલાવી હતી.આ દરમિયાન દેરાણીએ આક્ષેપ કર્યો હતો કે જેઠે તેમના પતિને ધમકાવીને કાઢી મૂક્યા છે, જેને લઈને જેઠાણીએ અભયમને જાણ કરી હતી.
દિયર દેરાણી વચ્ચે ઝગડો થતા દિયરે ઘર છોડ્યું
અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતા જેઠાણીએ જણાવ્યું હતું કે દિયર પુનામાં રહેવા માગતા ના હોવાથી છેલ્લા બે દિવસથી તેઓ દેરાણી અને દીકરીને પુનાથી અમદાવાદ પોતાના ઘરે લાવ્યા હતા. પરંતુ દિયર અને દેરાણી વચ્ચે ફરી ઝઘડો થતાં દિયર સવારે જ તેમને મૂકીને ક્યાંક નીકળી ગયા હતા.
દેરાણી પતિને શોધવાની માંગ સાથે રેલવેસ્ટેશન પહોંચી,આત્મહત્યાની ધમકી આપી
ત્યારબાદ દેરાણી પોતાના પતિને શોધવાની માંગ સાથે રેલવે સ્ટેશન પર જઈ બેઠી હતી અને પતિ નહીં આવે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. અભયમ ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
પતિને પૂના માં અન્ય યુવતી સાથે અફેર મુદ્દે ઝગડા થાય છે
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે પુનામાં રહેતા સમયે તેમના પતિને અન્ય યુવતી સાથે અફેર હતું. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મહિલાએ પતિને પરિવાર અને એક વર્ષની દીકરીનું ધ્યાન રાખી અફેર છોડવા સમજાવ્યા હતા, છતાં પતિ માનતા ન હતા. અંતે ઝઘડા બાદ પતિ તેમને મૂકીને ચાલ્યા ગયા હતા.
જેઠના ઘરે તો નહીજ રહું
મહિલાએ અભયમને પોતાના પતિને શોધી આપવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે પતિ મળી જશે તો તે દીકરી સાથે શાંતિથી રહેવા તૈયાર છે, પરંતુ જેઠના ઘરે રહેવા માગતી નથી.
અભયમે જીદે ચઢેલી દેરાણી ને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
અભયમ ટીમે મહિલાને સમજાવી જણાવ્યું હતું કે પતિ ગુમ થયાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને પતિ મળી આવશે તો તરત જાણ કરવામાં આવશે. અંતે મહિલાને દીકરી સાથે સુરક્ષિત રહેવા માટે વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.
