મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

21 વર્ષના દીકરાની માતા, 28 વર્ષ પૂર્વેના પ્રેમીને મળવા ગઈ પતિએ રંગેહાથ પકડી છુટાછેડા આપવા તૈયારી કરતા, પત્નીએ અભયમ બોલાવી લગ્ન જીવન તૂટતું બચાવ્યું

21 વર્ષના દીકરાની માતા, 28 વર્ષ પૂર્વેના પ્રેમીને મળવા ગઈ પતિએ રંગેહાથ પકડી છુટાછેડા આપવા તૈયારી કરતા, પત્નીએ અભયમ બોલાવી લગ્ન જીવન તૂટતું બચાવ્યું — ફોટો 1

    અમદાવાદમાં 21 વર્ષના દીકરાની માતા એવા દંપતી વચ્ચે લગ્ન પૂર્વેના પ્રેમીને મળવાની ઘટનાને લઈને ગંભીર વિવાદ સર્જાતા પતિ છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયો હતો. જોકે, 181 અભયમ ટીમે ઘટના સ્થળે પહોંચી પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી આખરે 28 વર્ષનું લગ્નજીવન તૂટતું બચાવ્યું હતું.

   28 વર્ષ પૂર્વેના ડિવોર્સ પ્રેમીને મળવા ગયેલ પતિએ રંગેહાથ પજડેલ

   મહિલાના કોલ પરથી ઘરે પહોંચેલી અભયમ ટીમને મહિલાએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં તે લગ્ન પૂર્વેના પ્રેમીને મળવા ગઈ હતી,પ્રેમીના ડિવોર્સ થયા છે. આ વાતની જાણ પતિને થતાં પતિએ બેંકની નોકરી છોડી દીધી હતી અને છેલ્લા દોઢ વર્ષથી તેની જાસૂસી કરવાનું શરૂ કર્યું હતું. જાસૂસી દરમિયાન ફરી શંકા જતા પતિએ છૂટાછેડાના દસ્તાવેજ તૈયાર કરાવી પત્નીની સહી લઈ લગ્નજીવન સમાપ્ત કરવાની તૈયારી કરી હતી.

 રંગે હાથપકડી બાદમાં મોબાઈલ પર વાતચીત ચાલુ રાખતા છુટાછેડા લેવા નિર્ણય કરેલ

   પતિએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે 28 વર્ષ પહેલાં બંનેના લગ્ન થયા હતા અને અનેક માનતાઓ બાદ લગ્નજીવનના સાત વર્ષે દીકરાનો જન્મ થયો હતો, જે આજે 21 વર્ષનો છે. તેમ છતાં પત્ની લગ્ન પૂર્વેના પ્રેમીને મળવા ગઈ હતી. પતિના જણાવ્યા મુજબ, પત્ની રંગે હાથ પકડાયા બાદ પણ પોતાની ભૂલ સ્વીકારતી નહોતી અને તે વ્યક્તિને માત્ર મિત્ર ગણાવતી હતી. બાદમાં પણ ફોન પર વાતચીત ચાલુ હોવાની શંકા જતા તેણે જાસૂસી શરૂ કરી હતી. આથી હવે વિશ્વાસ તૂટી જતા તે છૂટાછેડા લેવા માંગતો હતો.

28 વર્ષ પહેલાં જ્ઞાતિભેદ નડ્યો આથી પ્રેમી સાથે લગ્ન ન થઈ શક્યા

    પત્નીએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલાં જે યુવક સાથે પ્રેમસંબંધ હતો તેની સાથે જ્ઞાતિભેદના કારણે લગ્ન થઈ શક્યા નહોતા. દોઢ વર્ષ પહેલાં ફેસબુક મારફતે અચાનક ફરી સંપર્ક થતાં જૂની યાદો તાજી થઈ હતી અને તે માત્ર એક જ વખત તેને મળવા ગઈ હતી. ત્યારબાદ પતિએ ના પાડતાં ફરી ક્યારેય મળી નથી અને હવે મળશે પણ નહીં તેમ છતાં પતિ આ વાત ભૂલવા તૈયાર નથી.

     અભયમની આ સલાહથી લગ્ન જીવન તૂટતું બચ્યું

  અભયમ ટીમે બંનેને સમજાવ્યું હતું કે એક વખત થયેલી ભૂલના કારણે 28 વર્ષનું લગ્નજીવન તોડી નાંખવું યોગ્ય નથી. સાથે જ 21 વર્ષના દીકરાના ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિનો વિચાર કરવો પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.