GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
શિક્ષણ ક્ષેત્રે દાહોદનું ગૌરવ: ઇન્દુભાઈ શેઠ લો કોલેજના કાયદાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા ફતેપુરા, દાહોદપ્રકાશિત :
ફોટો 1 / 5
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ઇન્દુભાઈ શેઠ લો કોલેજ, દાહોદ દ્વારા અત્યંત હર્ષ અને ગૌરવ સાથે જણાવવામાં આવે છે કે સંસ્થાના કાયદા અભ્યાસક્રમોના યુનિવર્સિટી પરીક્ષાના પરિણામો અત્યંત ઉત્કૃષ્ટ જાહેર થયા છે.
📒 એલ.એલ.બી : --92%
📒 એલ.એલ.એમ – 100%
આ ભવ્ય પરિણામો સંસ્થાની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા, સુવ્યવસ્થિત આયોજન અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે.
વિદ્યાર્થીઓના અવિરત પરિશ્રમ સાથે, જે.એન્ડ.આર. કોલેજ ઑફ એજ્યુકેશન (બી.એડ.), શેઠ શ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર (પી.ટી.સી કોલેજ )તથા શ્રી ઇન્દુભાઈ શેઠ લો કોલેજ, દાહોદના ત્રિવેણી કેમ્પસના ડાયરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ ભુતા ના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ, સાથે આચાર્યશ્રી, અધ્યાપક વર્ગ તથા ઓફિસ સ્ટાફના સમર્પિત માર્ગદર્શન અને સતત સહયોગથી આ ગૌરવમય સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
વિશેષરૂપે, સંસ્થા ના હોદ્દેદારો ના દ્રષ્ટિવંત નેતૃત્વ, સતત પ્રેરણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાએ સમગ્ર સંસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સફળતાએ કાયદા શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવી છે. ભવિષ્યમાં પણ આપના સશક્ત માર્ગદર્શન હેઠળ સંસ્થા સતત નવી સિદ્ધિઓ હાંસલ કરતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે. એવું એક અખબારી યાદીમાં આચાર્યશ્રી ડૉ હિમાંશુભાઈ પરમાર, અને ડૉ તન્વીબેન પટેલ જણાવે છે.





