મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાળકો બનશે સંસ્કારી અને ઉર્જાવાન: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભીતોડી શાળામાં સમર કેમ્પ, ૧૦૦થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા

ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તારીખ 2 5 2026 થી શાળાઓમાં વેકેશન છે બાળકો ઘરે આવી ગયા છે. વેકેશન એટલે વાલીઓ માટે મથાનો દુખાવો કારણકે બાળક આપણું કહ્યું માનતા નથી, બાળક વધુ પડતું ગુસ્સો કરે છે, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે, આળસ કરે છે અને આપ આ બધી બાબતોથી છુટકારો મેળવવા માંગો છો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16 5 2026 થી તારીખ 30 5 2026 15 દિવસ સુધી સમર યોગ કેમ્પ સુખસર અને ફતેપુરા બંને તાલુકાના સેન્ટરમાં ભીતોડી પ્રાથમિક શાળા ખાતે ચાલુ થયેલ છે. જેમાં 7 થી 15 વર્ષના કુમાર કન્યાઓ ભાગ લઈ રહ્યા છે.   આ સમર યોગ કેમ્પમાં અનુભવી અને નિષ્ણાંત યોગ કોચ દ્વારા દરરોજ સવારે 7 થી 9 બે કલાક દરમિયાન યોગ, પ્રાણાયામ ,શિક્ષણ અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં વહેલા કેવી રીતે ઊઠવું, વડીલોનું સન્માન કરવું, માતા પિતાનું આદર સન્માન કરવું , પગે લાગવું, હંમેશા સાચું બોલવું , નિષ્ઠાવાન અને પ્રમાણિત કેવી રીતે બનવું, ગુસ્સો અને આળસ કેવી રીતે દૂર કરી શકાય, યાદશક્તિ કેવી રીતે વધારી શકાય, હંમેશા પોઝિટિવ રીતે બનવું , મોબાઈલ થી દૂર કેવી રીતે રહેવું જેવી બાબતો વિશે માર્ગદર્શન અને માહિતી જુદા જુદા ઉદાહરણો, દ્રષ્ટાંતો, બોધ કથાઓ દ્વારા આપવામાં આવે છે.   ઉપસ્થિત તમામ બાળકોને દરરોજ નેચરલ ડ્રિંક્સ પણ આપવામાં આવે છે. કેમ્પ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ બાળકોને સર્ટી આપવામાં આવશે. સાથે બાળકો ઘરે કરી શકે તે માટે યોગાસન માહિતી પુસ્તિકા, ચિત્ર પોથી અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું. કેમ્પમાં 100 બાળકોની મર્યાદા છે પરંતુ હાલમાં 100 થી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. યોગ ,પ્રાણાયામ ,શિક્ષણ સંસ્કાર સાથે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. તથા આદર્શ બાળક કોને કહેવાય, આદર્શ બાળકોના ગુણો , આદર્શ બાળકની દિનચર્યા, આદર્શ બાળકનો આહાર, વધુ પડતા મોબાઈલના ઉપયોગથી થતી આડઅસરો. કેમ્પમાં તમામ બાળકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા યોગ કોઓર્ડીનેટર, માજી સરપંચ શ્રી, માજી ડેપ્યુટી સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ શ્રી ,એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા.