મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કનખરા સમાજ વાડી, જામનગર ખાતે ડાયાબિટીસ અને ફિઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો

તા. ૧૮/૦૫/૨૦૨૬ (સોમવાર) ના રોજ જામનગર સ્થિત કનખરા સમાજ વાડી, ખંભાળિયા નાકા બહાર, નાગરપરા મેઈન રોડ ખાતે ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા ડાયાબિટીસ અને ફિઝીયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં સમાજના અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન રેન્ડમ બ્લડ સુગર ચેક-અપ, ડાયાબિટીસ કન્સલ્ટેશન તેમજ ફિઝીયોથેરાપી કન્સલ્ટેશન જેવી આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. ભાગ લેનાર લોકોને ડાયાબિટીસથી બચવા માટે જરૂરી માર્ગદર્શન, યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે હાડકાં-સાંધાના દુખાવા, શરીરની સ્થિતિ (Posture) અને દૈનિક જીવનમાં થતી તકલીફો માટે ફિઝીયોથેરાપી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ડૉ. ઉર્વી કંજારિયા (PT) દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો તેમજ ડૉ. હિમાંશી રૂપારેલિયા (PT) ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં બી.ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ સોનપલ આશુતોષ, સુહાની કનખરા અને વિધિ અજુડિયાએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી સતત સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. આવા કેમ્પો દ્વારા સમાજના વિવિધ વર્ગોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સેવા પહોંચાડવામાં સંસ્થા મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.