મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પાવી જેતપુરથી કલારાણી સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે, જેની ઉપર રેતી ભરેલા ટ્રકો જવાને કારણે ઉડી રહી છે ખૂબ ધૂળ

પાવી જેતપુરથી કલારાણી સુધી રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના ઉપર રેતી ભરેલા ટ્રકોની આવન જાવનને લીધે ખૂબ ધૂળ ઊડી રહી છે. રોડની બંને તરફ ગામો આવેલા છે અને લોકોના મકાન આવેલા છે ઉડતી ધૂળને કારણે અહીંયા રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. ટુ વ્હીલર પર જતા નાગરિકોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. રોડ ઉપર પાણી છાંટવાની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા એક મહિનાથી આ તકલીફ છે તો પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.