GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
દાહોદ પોલીસ વડાનો મોટો નિર્ણય: જિલ્લાના 10 PSIની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી આંતરિક બદલી, કચેરી હુકમ જાહેર
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા ફતેપુરા, દાહોદપ્રકાશિત :
ફોટો 1 / 2
દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જિલ્લાના પોલીસ વહીવટી તંત્રને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જાહેર હિત અને વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 10 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓ કરવાનો કચેરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
આ બદલીઓ તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ, બદલી પામેલા અધિકારીઓને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે.આ બદલીઓમાં એન.એન. પરમારને સાયબર ક્રાઈમ પો.સ્ટે.થી પીપલોદ પો.સ્ટે., જી.બી. રાઠવાને પીપલોદ પો.સ્ટે.થી એલ.સી.બી. શાખા, દાહોદ, વી.જી. ગોહેલને કતવારા પો.સ્ટે.થી દાહોદ રૂરલ પો.સ્ટે., આર.આર. સોલંકીને દાહોદ રૂરલ પો.સ્ટે.થી કતવારા પો.સ્ટે., વી.ડી. ભગોરાને ગરબાડા પો.સ્ટે.થી દાહોદ બી. ડિવિઝન પો.સ્ટે., એસડી . લબાનાને ધાનપુર પો.સ્ટે.થી સાગટાલા પો.સ્ટે., જે.કે. રાઠોડને ફતેપુરા પો.સ્ટે.થી સુખસર પો.સ્ટે., આર.વી. રાઠોડને એલ.સી.બી. શાખા, દાહોદથી ફતેપુરા પો.સ્ટે., એમ.કે. દામાને સુખસર પો.સ્ટે.થી રીડર ટુ એસ.પી., દાહોદ, અને એસ.ડી. સરવૈયાને સાગટાલા પો.સ્ટે.થી સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં બદલવામાં આવ્યા છે. આ સામૂહિક બદલીઓ ઉપરાંત, જિલ્લા ટ્રાફિક શાખાના શ્રી એન.જી. શેખને રીડર શાખાના વધારાના હવાલામાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે હુકમમાં સ્પષ્ટ સૂચના આપી છે કે બદલી પામેલા તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટરોએ તાત્કાલિક પોતાની નવી જગ્યાએ હાજર થઈ ચાર્જની લેવડ-દેવડ કરી રિપોર્ટ કરવાનો રહેશે. સંબંધિત થાણા ઇન્ચાર્જને પણ બદલી થયેલા PSI ને તાત્કાલિક છૂટા કરી તેનો રિપોર્ટ મોકલી આપવા આદેશ અપાયો છે. જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આ આંતરિક બદલાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

