મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પીપલોદ પોલીસનો મોટો સપાટો: ભથવાડા હાઈવે પરથી ₹48.79 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, હરિયાણાના બે બુટલેગર જેલભેગા

ભથવાડા હાઈવે પર પીપલોદ પોલીસનો મોટો દરોડો: રૂ. 48.79 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, હરિયાણાના બે ઝડપાયા

  દાહોદ જિલ્લાના ભથવાડા ગામ નજીક નેશનલ હાઈવે પર પીપલોદ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી રૂ. 48.79 લાખનો વિદેશી દારૂ, ટ્રક અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનામાં હરિયાણાના બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.   જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ના દારૂબંધીના કડક અમલના નિર્દેશ મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ. કે. કલાસવા ના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. જી. બી. રાઠવા સ્ટાફ સાથે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બંધ બોડીવાળો Tata Truck TN12L6330 રોકી તપાસ કરતાં અંદરથી 481 પેટીમાં ભરેલ 18,012 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો.   ઝડપાયેલા આરોપીઓમાં દિનેશકુમાર રામચંદ્ર શર્મા અને દિપાંશુ પવનકુમાર શર્મા નો સમાવેશ થાય છે. પોલીસે દારૂની કિંમત રૂ. 38.69 લાખ, ટ્રક રૂ. 10 લાખ અને મોબાઇલ સહિત કુલ રૂ. 48.79 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.