મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

શાળા પરિવારની અથાગ મહેનત અને શિક્ષકોના કુશળ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી

શાળા પરિવારની અથાગ મહેનત અને શિક્ષકોના કુશળ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ સફળ

  હિંગલા પ્રાથમિક શાળાના 28 બાળકો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના મેરિટમાં ઝળક્યા     સુખસર તાલુકાની હિંગલા પ્રાથમિક શાળાએ ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે સ્થાપિત કરેલી પોતાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં લેવાયેલી રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત “જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં શાળાના ધો.8ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જાહેર થયેલા પરિણામોમાં હિંગલા પ્રાથમિક શાળાના એક-બે નહીં પરંતુ 28 બાળકોએ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવ્યું.   કુલ 28 વિદ્યાર્થીઓએ રાજ્યના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. આ અભૂતપૂર્વ સફળતાને પગલે શાળા પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં ભારે ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.   શાળા પ્રશાસનના જણાવ્યાનુસાર, આ મોટી સિદ્ધિ કોઈ આકસ્મિક પરિણામ નથી, પરંતુ શાળા પરિવારની અથાગ મહેનત, શિક્ષકોના કુશળ માર્ગદર્શન અને શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ કરાયેલા યોગ્ય આયોજનનું મીઠું ફળ છે. સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે લેવાતી આ પરીક્ષા માટે શિક્ષકો દ્વારા વિશેષ તૈયારીઓ કરાવાઈ હતી.