મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી બિનહિસાબી રોકડ ઝડપાઈ

લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કાર માંથી ₹૨.૫૬ કરોડથી વધુની રકમ જપ્ત કરી. પોલીસ તપાસમાં કારમાંથી મળી આવ્યા શંકાસ્પદ ત્રણ પાર્સલ, પંચોની હાજરીમાં કરાઈ ગણતરી. પાર્સલ માંથી કુલ ₹૨,૫૬,૮૦,૫૦૦ની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો.   દાહોદની આંગડિયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો. મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા રજૂ ન કરી શક્યા. દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત. લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ BNSSની કલમ હેઠળ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી. પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ કરી.