મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મોટીરેલ PHC દ્વારા 'વિશ્વ ડેન્ગ્યુ દિવસે નિમિત્તે જનજાગૃતિ રેલી અને પોરાનાશક કામગીરી આયોજન કરાયું

મોટીરેલ PHC દ્વારા 'વિશ્વ ડેન્ગ્યુ દિવસ' નિમિત્તે જનજાગૃતિ રેલી અને પોરાનાશક કામગીરીનું આયોજન કરાયું

આજ રોજ ૧૬ મે, 'વિશ્વ ડેન્ગ્યુ દિવસ' નિમિત્તે મોટીરેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા ગ્રામજનોમાં ડેન્ગ્યુ રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ જનજાગૃતિ રેલી અને ગૃહ મુલાકાત (H2H) ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગામના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં આરોગ્ય સ્ટાફ દ્વારા ડેન્ગ્યુથી બચવાના સૂત્રોચ્ચારો કરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. રેલીની સાથે-સાથે આરોગ્ય ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ (H2H) સર્વે કરી, જ્યાં પણ મચ્છરોના પોરા (Larvae) જોવા મળ્યા ત્યાં સઘન પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુના લક્ષણો, તેનો ફેલાવો કેવી રીતે થાય છે અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને:

ઘરની અગાસી, કુંડા, ટાયરો કે ખુલ્લી જગ્યાઓમાં ચોખ્ખું પાણી જમા ન થવા દેવું. પાણીના વાસણો અને ટાંકીઓ હંમેશા ઢાંકીને રાખવા. મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સ્વચ્છતા જાળવવી.   આ સમગ્ર જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે મોટીરેલ PHCના ડો. ભૂમિબેન તાવિયાડ, CHO પારગી રાકેશકુમાર, જાગૃતિબેન વણકર, વૈભવીબેન, તેમજ તમામ આશા વર્કરો અને આશા ફેસિલીટર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્થળ પર હાજર રહીને લોકોને આરોગ્યપ્રદ આદતો અપનાવવા અપીલ કરી હતી.