મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મુનાવાણી ગામના યુવાનોની અનોખી પહેલ, કાળજાળ ગરમીમાં પશુ-પક્ષીઓની તરસ છુપાવવા શરૂ કર્યું જળસેવા અભિયાન

હાલ સમગ્ર રાજ્ય સહિત સ્થાનિક પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મનુષ્યોની સાથે મૂંગા પશુ-પક્ષીઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવા કપરા સમયમાં અબોલ જીવોની વહારે આવીને સિંગવડ તાલુકાના મુનાવાણી અને સિંગાપુર ગામના જાગૃત યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.   તારીખ ૧૫/૦૫/૨૦૨૬ના રોજ મુનાવાણી ગામના લોકો અને જાગૃત યુવા મિત્રો દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવાની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ સેવા કાર્યનું આયોજન આજથી સાત દિવસ પહેલાં યુવા મિત્રો દ્વારા સિંગવડ તાલુકાના સરઝૂમીના જંગલ વિસ્તારમાં પશુ-પક્ષીઓ માટે કુંડમાં પાણીની સેવા ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી નક્કી કરાયું હતું, જેને આજે સફળતાપૂર્વક ચાલુ કરી દેવામાં આવ્યું છે.   આ ભગીરથ અને પુણ્યના કાર્યમાં મેલડી સરકાર પરમાર નિરંજનભાઈ ભાવિનભાઈ, ૧૪-સિંગાપુર તાલુકા સીટના સદસ્યશ્રી ડામોર રમસુભાઈ ભીમાભાઈના પુત્ર રોહિતભાઈ રમસુભાઈ, મુનાવાણી/સિંગાપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ મહેશભાઈ બચુભાઈના પુત્ર સાગરભાઈ મહેશભાઈ ડામોર તેમજ વર્ષ ૨૦૦૨ની સાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા માજી સરપંચ સ્વ. લાલાભાઈ કાનજીભાઈના પુત્ર નિનામા કિરણભાઈ લાલાભાઈ જોડાયા હતા. આ ઉપરાંત ડામોર સોહીલભાઈ કલજીભાઈ, ડામોર વિનોદભાઈ કાળુંભાઈ અને ડામોર વિપુલભાઈ ચીમનભાઈ સહિતના તમામ ભાઈઓએ સાથે મળીને આ જળસેવાનું કાર્ય આરંભ્યું છે. અબોલ જીવો પ્રત્યેની આ ઉમદા કામગીરી બદલ ગામ લોકો દ્વારા તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.   યુવા મિત્રોએ આ તકે જનતાને પણ એક લાગણીસભર અપીલ કરી છે કે, "આ ધોમધખતા ઉનાળામાં આપ સૌ પણ પોતાના ઘરની અગાસી, બાલ્કની કે આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરીને કુંડા રાખે, જેથી કોઈ મૂંગા જીવની તરસ છિપાવવાનું પુણ્ય આપણને મળી શકે." મુનાવાણી અને સિંગાપુર ગામના યુવાનોની આ અનોખી પહેલ હાલ પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે.