GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ફતેપુરા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં આજ રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્ત ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રિપોર્ટેડ બાય: યાસીર ગુડાલા, ફતેપુરાપ્રકાશિત :
ફોટો 1 / 5
આજ રોજ ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ ગામમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિતે ડેન્ગ્યુ જનજાગૃતિ તેમજ વાહકજન્ય રોગ વિશે જાગૃતિ આવે તે હેતુસર આરોગ્ય સંબંધિત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન માન . મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત સાહેબની સૂચના અન્વયે તેમજ માનનિય જિલ્લા મલેરિયા અધિકારી શ્રી અતીત ડામોર સાહેબ તથા ફતેપુરા તાલુકા આરોગ્ય ઓફિસર શ્રી સુરેશ અમલિયાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ અંગે મલેરિયા ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગ વિશે જરૂરી માર્ગદર્શન આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું:
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારી તેમજ સુપરવાઈઝર તથા તાલુકા મલેરિયા સુપરવાઈઝર તાલુકા આરોગ્ય સુપરવાઈઝર દ્વારા સર્વેલન્સ કરવા મા આવ્યું અને વાહકજન્ય રોગ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા રોગો થી બચવાં મચ્છર નો ઉપદ્રવ ના થાય તેમજ મચ્છદાની ઉપયોગ, ટાંકા પીપ માટલા વગેરે પાણી ખાલી કરી સફાઈ કરવી વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગામે ગામ રેલી નું આયોજન કરી પત્રિકા વિતરણ કરી લોકો ને ડેન્ગ્યુ ચિકનગુનિયા મલેરિયા જેવા મચ્છર જન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી સાથે સાથે આરોગ્ય કર્મચારી દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગામ મા સ્વછતા અંગે તેમજ મલેરિયા જાગૃતિ અંગે નો પત્ર સરપંચશ્રી ને આપવામાં આવ્યો હતો.





