મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કિશોરીઓ સામે નશાખોરે નિર્વસ્ત્ર અશ્લીલ હરકતો કરતા અભયમની મદદથી પોલીસ કાર્યવાહી

કિશોરીઓ સામે નશાખોરે નિર્વસ્ત્ર અશ્લીલ હરકતો કરતા અભયમની મદદથી પોલીસ કાર્યવાહી — ફોટો 1

        અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે કિશોરીઓ સામે એક નશાખોર દ્વારા નિર્વસ્ત્ર અશ્લીલ હરકતો કરવામાં આવતા કિશોરીઓએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. અભયમ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 112 પોલીસને જાણ કરતા જાહેરમાં અશ્લીલ વર્તન કરનાર નશાખોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાંથી કિશોરીઓનો કોલ મળતા અભયમ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં એક નશાખોર વ્યક્તિ નિર્વસ્ત્ર હાલતમાં કિશોરીઓની સામે ઉભો રહી પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કરી ગંદી હરકતો કરતો જોવા મળ્યો હતો.

             કિશોરીઓએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, “અમે સૌ મિત્રો ફરવા ગયા હતા. અમારી એક મિત્રને ઘરે મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં હું તથા મારા 25 વર્ષીય જેન્ટ્સ મિત્ર  ગાડીમાં બેઠેલા હતા તે  દરમિયાન એક નશાખોર  ગાડી આગળ આવી ઉભો રહ્યો હતો અને અચાનક પેન્ટ ઉતારી નિર્વસ્ત્ર બની અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.” અભયમને કિશોરીના પુરુષ મિત્ર દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવેલ વિડિઓ પણ અભયમ ટીમને બતાવવામાં આવ્યો હતો.

     ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અભયમ ટીમે 112 પોલીસને બોલાવી આરોપીને કાબૂમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડ્યો હતો. જાહેરમાં અશ્લીલ હરકતો અને મહિલાઓની છેડતી અંગે આરોપી સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.