મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

રૂ।. 500 કરોડના ખર્ચે અમદાવાદમાં સરદારધામ યુનિવર્સિટી બનશે

ઝાયડસ ગ્રુપના ચેરમેન, પદ્મ ભૂષણ શ્રી પંકજભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતે રૂ. 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની કરવામાં આવેલી જાહેરાત શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક અને પ્રેરણાદાયી પહેલ છે.   યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને વૈશ્વિક તકોથી જોડવાનો આ દુરંદેશી પ્રયાસ અનેક વિધાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે.   આ ઉત્તમ અને સમાજલક્ષી કાર્ય બદલ આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ) એ  હાર્દિક અભિનંદન પાઠવ્યાં.