GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
21 વર્ષીય યુવતીએ એક તરફી પ્રેમમાં પીછો કરતી 16 વર્ષીય સગીરાથી છૂટકારો મેળવવા અભયમ બોલાવી, અંતે સગીરા વિરુદ્ધ ફરિયાદ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદમાં 21 વર્ષીય યુવતીને છેલ્લા પાંચ માસથી 16 વર્ષની સગીરા દ્વારા સતત પીછો કરી હેરાન કરવામાં આવતા યુવતીએ અભયમની મદદ લેવી પડી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સેલિંગ કર્યું હતું, પરંતુ સગીરા સમજવા તૈયાર ન થતા અંતે યુવતીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અભયમ સમક્ષ 21 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે, “હું રોજ વોકિંગ કરવા જાઉં છું ત્યારે 16 વર્ષની છોકરી મારો પીછો કરે છે. આસપાસના લોકો પાસે મારું સરનામું પૂછે છે અને વારંવાર કહે છે કે તે મને ખૂબ પ્રેમ કરે છે તથા મારી સાથે જ રહેવા માંગે છે. તે એક તરફી પ્રેમમાં એટલી પાગલ બની ગઈ છે કે તેને મારા સિવાય બીજું કશું દેખાતું નથી.”
હું બોયફ્રેન્ડ ને પ્રેમ કરૂં છું લગ્નપણ કરીશ:-21 વર્ષીય છોકરી
યુવતીએ વધુમાં જણાવ્યું કે, “હું તેને વારંવાર સમજાવું છું કે હું તેને પ્રેમ કરતી નથી. મારો બોયફ્રેન્ડ છે અને હું તેની સાથે લગ્ન કરવાની છું, છતાં પણ તે માનતી નથી.”
અભયમ ટીમે સગીરાને સમજાવતાં જણાવ્યું હતું કે, “એક તરફી પ્રેમમાં પાગલ બની પોતાની જિંદગી બરબાદ ન કરવી જોઈએ. જ્યારે યુવતી તને પ્રેમ કરતી નથી ત્યારે તેનો પીછો કરવો યોગ્ય નથી. તારી ભલાઈ એમાં જ છે કે તું તેને ધીમે ધીમે ભૂલી જા.”
ભલે તે મને પ્રેમ કરે કે નહીં હું કરીશ :- 16 વર્ષીય છોકરી
અભયમની સમજાવટ બાદ પણ સગીરાએ જણાવ્યું હતું કે, “હું 21 વર્ષીય યુવતીને ભૂલી શકું નહીં. જિંદગીમાં આ એક જ છોકરી છે જેને હું પ્રેમ કરું છું, ભલે તે મને પ્રેમ કરે કે ન કરે.”
અભયમ ટીમ દ્વારા સમજાવટ છતાં સગીરા ન સમજતા અંતે 21 વર્ષીય યુવતીએ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સગીરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
