GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મધર્સ ડેના દિવસે અભયમના પ્રયાસથી 6 માસ બાદ માતાને દીકરી પરત મળી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

છ માસની દીકરીને જ્યારે માતાના ધાવણ અને હુંફની જરૂર હતી ત્યારેજ સાસુએ પોતાનો "અહં" સંતોષવા ,પુત્રવધૂને પોતાના અંકુશ હેઠળ રાખવા સાસુએ ,નાના દીકરા અને નાની પૂત્રવધૂ સાથે મળીને છ માસ પહેલા છ માસની દિકરી છીનવી લઈ દીકરા અને પુત્રવધૂને કાઢી મૂકી છ માસ સુધી પરત નહિ આપતા, મધર્સ ડે ના દિવસે દીકરી લેવા આવેલ પુત્ર અને પુત્રવધૂને મારઝૂડ કરી દીકરી નહિ આપતા, માતાએ અભયમની મદદ લેતા, અભયમે માતા અને એક વર્ષની દીકરીનું મિલન કરાવ્યું.
અભયમને કોલ મળતાજ ઘરે પહોંચેલી અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે મારે લગ્નના 3 વર્ષ થયાં છે.એક વર્ષ પહેલાં મેં એક દીકરીને જન્મ આપ્યો છે.અત્યારે પ્રેગનન્ટ છું.લગ્ન કરીને આવી ત્યારથી સાસુ,મને તેઓના અંકુશ હેઠળ રાખવા હેરાન કરે છે.હું તેઓના અંકુશ હેઠળ રહું તે માટે મારી છ માસની દીકરી છીનવી લઈ મને તથા મારા પતિને મારઝૂડ કરી કાઢી મુક્યા. હું છ માસથી મારા પિયર રહું છું.દીકરીને મારા ધાવણ અને હૂંફ ની જરૂર છે તેજ સમયે સાસુએ દિયર દેરાણી સાથે મળી દીકરી છીનવી અવારનવાર લેવા ગઈ તો મારઝૂડ કરી કાઢી મૂકી.આજે મધર્સ ડે ના દિવસે પણ દીકરી લેવા આવી છું પણ દીકરી આપવાને બદલે સાસુએ જાહેરમાં માર માર્યો એટલે મેં અભયમને કોલ કર્યો.
દીકરીને માતા પિતા પાસે રહેવાનો અધિકાર,દીકરી આપી દો: અભયમની સ્પષ્ટ વાતથી સાસુએ પૌત્રી પરત કરી
માતાની વાત સાંભળી અભયમે સાસુને સમજાવ્યું કેદીકરી ઉપર સર્વ પ્રથમ અધિકાર તેના માતા પિતાનો છે તેમજ તમે દીકરીને આ રીતે છ મહિનાથી લઈને માતાને તમારી સાથે રહેવા ફરજ પાડો છો,અંકુશ હેઠળ રાખવા માંગો છો પુત્રવધૂને ધમકી આપો મારઝૂડ કરો છો તે યોગ્ય નથી .દીકરીને માતા પિતા પાસે રાખવી અને તેઓએ ક્યાં કોની પાસે રહેવું તે દંપતી નો અધિકાર છે. પૌત્રીને માતા પિતાથી દૂર રાખવાનો સાસુને કોઈ અધિકાર નથી.તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અંતે મધર્સ ડે ની રાત્રીએ સાસુએ છ માસથી પોતાની પાસે રાખેલી પૌત્રીને માતાને સોંપી ,માતા દીકરીને હૈયા સરસી ચાપી દીકરી અને પતિને લઈ પિયર જતી રહી.
