મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મધર્સ ડે ની પૂર્વસંધ્યાએ" અંધ સાસુ" સસરાને નહિ રાખવા પુત્રવધૂ એ અભયમ બોલાવી, અભયમે 2 દીકરાઓને મહિને 5-5 હજાર આપવા ફરજ પાડી

મધર્સ ડે ની પૂર્વસંધ્યાએ" અંધ સાસુ" સસરાને નહિ રાખવા પુત્રવધૂ એ અભયમ બોલાવી, અભયમે 2 દીકરાઓને મહિને 5-5 હજાર આપવા ફરજ પાડી — ફોટો 1

   બે બે દિકરાઓની અંધ માતાને મધર્સ ડે ના આગલા દિવસેજ ,બે પુત્રવધૂઓએ અંધ સાસુ સસરાને રાખવાની ના પાડતા, પુત્રોના જીવનની શાંતિ માટે અલગ રહેવાની નોબત આવી છે. અભયમને કોલ કરી આંધળા સાસુ સસરાને રાખવા નથી  કહી કોલ કરનાર મહિલાને ઘેર પહોંચેલી અભયમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે લગ્નના 9 વર્ષ થયાં ,બે બાળકો છે.પતિ જોબ કરે છે .સાસુ અને સસરા બંને અંધ છે. સાસુ સસરાને બે દીકરા છે જે પરણાવેલ છે. સસરા રિટાયર્ડ સરકાર કર્મચારી હોવાથી પેન્શન આવે છે.

    હું મારા પરિવાર સાથે સાસુ સસરા સાથે રહું છું.મારા સાસુ સસરા ને દિયર જોડે રહેવું નથી.અમારી જોડેજ રહેવું છે. મારે પણ જીવનમાં સ્વતંત્રતા જોઈએ કે નહીં,હું પણ સાસુ સસરાથી અલગ એકલી રહેવા માંગતી હતી.જે શક્ય ના બનતા હું બે બાળકો સાથે 7 વર્ષ પિયર રહી.2 વર્ષથી પરત આવી  સાસુ સસરા ને અમારી સાથે રાખું છું.  હું અંધ સાસુ સસરાને રાખવા નથી માંગતી. હું ,પતિ સાથે સ્વતંત્ર  રહેવા માંગુ છું  પણ પતિ અલગ માતા પિતાને છોડવા નથી માંગતા.સાસુ સસરાને દિયર જોડે રહેવું નથી .માતા પિતાને સાંભળવાની જવાબદારી બંને દિકરાઓની છે આ બાબતે ઝગડો થતા અભયમ બોલાવી.

પત્નીઓની ભીતિ હેઠળ જીવતા પુત્રો ,માતા પિતાથી અલગ રહેવા તૈયાર થયા

   અભયમે બંને દીકરાઓ બંને પુત્રવધૂ ને મા બાપને રાખવા ફરજ છે અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું.છતાં બંને પુત્રવધુઓની સાસુ સસરા રાખવાની ના પાડતા અંધ  સસરાએ  ભારે હૈયે કહ્યું અમે અહીં એકલા અમારી રીતે જીવી લઈશું.તમે બંને અલગ જતા રહો.બંને દીકરાઓ વહુઓની બીકે પિતાની વાત સ્વીકારવી પડી. અંધ માતા પિતાથી અલગ રહેવા સહમત થયા.

 સેવા નહિ કરતી પુત્રવધુઓને પાઠ ભણાવવા મહિને 5-5 હજાર આપવા ફરજ પડાઈ

    પરંતુ અભયમે પુત્રવધુઓને સબક શીખવવા  દીકરાઓને કહ્યું રોજબરોજ બંને દિકરાઓએ અંધ માતા પિતાની સારસંભાળ માટે આવવું પડશે તેમજ બંને દિકરાઓએ મહિને 5-5 હજાર રૂપિયા આપવા પડશે.બંને દિકરાઓ સહમત થતા હાલ પૂરતું સમાધાન થયેલ છે. પુત્રવધુઓને પણ ખબર પડે કે અમે સાસુ સસરાની સેવા નથી કરતા તો પતિએ સાસુ સસરાની સેવા માટે રસોઈયા કામવાળીને રકમ ચૂકવવી પડશે અને આર્થિક બોજો પડશે.