GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મેરેજ બ્યુરોએ 5 હજાર રિફંડ નહિ આપતા અભયમની મદદ લેતા રિફંડ આપ્યું
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

પુત્રના લગ્ન માટે મેરેજ બ્યુરોમાં 5 હજાર ભરી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પરિણીત છોકરીઓના બાયોડેટા મોકલતા,5 હજાર રિફંડ લેવા ગયેલ સિનિયર સીટીઝન પર મેરેજ બ્યુરો ઓફિસમાં બેઠેલી યુવતીની છેડતી કર્યાનો તેમજ જાતિ વિષયક શબ્દો બોલ્યા નો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવા ધમકી આપી રિફંડ નહિ આપતા સિનિયર સીટીઝન પિતાએ અભયમને કોલ કરેલ.
સિનિયર સીટીઝન પિતાનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચેલી અભયમ પોલીસે પૂછપરછ કરી મેરેજ બ્યુરો ઓફિસે અભયમ ટીમ પહોંચી જ્યાં એક યુવતી બેઠી હતી.યુવતીને આ મુદ્દે પૂછતા જણાવ્યું કે જવાબદાર વ્યક્તિ અહીંયા આવતા જ નથી. બધું જ ફોન પર ઓનલાઈન કરવામાં આવે છે.ઓફિસમાં ડોક્યુમેન્ટની તપાસ કરતા બીજા ગ્રાહકોની સ્લીપ માં ત્રણ મહિના માં રીફંડ આપવાનું દર્શાવવામાં આવેલ. વધુ તપાસ મા ગેરકાયદેસર ઓફીસ હોવાનું સામે આવતા લાઇસન્સની માગ કરતા વડોદરાનું લાઈસન્સ જોવા મળેલ.આમ અમદાવાદ મેરેજ બ્યુરોને લગતા તમામ ડોક્યુમેન્ટ પાયા વિહોણા હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરતા સિનિયર સિટીઝનના 5000 ઓનલાઇન રિફંડ કરતા સિનિયર સિટીઝનના કહેવાથી કોઈ કાર્યવાહી નહિ કરાયેલ.આમ 5 હજાર રિફંડ નહિ આપવા અડગ રહેલ અને સિનિયર સિટીઝન પર ખોટા આક્ષેપ કરનાર મેરેજ બ્યુરોએ અભયમની કાર્યવાહીથી રિફંડ આપવાની ફરજ પડી હતી.
