GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
છોરું કછોરું થાય પણ માતા કમાવતર ના થાય, 5 વર્ષ પહેલાં વિધવા માતા ને છોડી દીકરીએ લવ મેરેજ કર્યા હવે પતિએ કાઢી મુકતા માતાએ શરણું આપ્યું
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

5 વર્ષ પૂર્વે કૌટુંબીક ભાઈ સાથે લવ મેરેજ કરનાર દીકરીને પતિએ દીકરો છીનવી લઈ કાઢી મુકતા ,5 વર્ષ પૂર્વે દીકરી સાથે સબંધ નહિ રાખનાર માતા સાથે પુનઃ સબંધ પ્રસ્થાપિત કરી અભયમે પતિએ કાઢી મુકેલ દીકરીને માતાએ આશરો આપ્યો.
હોટલ મા આવેલ ગ્રાહકે અભયમને કોલ કરેલ કે હોટલ ના દરવાજા પાસે એક મહિલા રડે છે અને અમને આજીજી કરી રહી છે કે અભયમને કોલ કરો મારી પાસે મોબાઈલ નથી.આથી અમે અભયમને કોલ કર્યો. હોટલ પાસે અભયમ ટીમ પહોંચી રડતી મહિલાને પાણી પીવડાવી પૂછપરછ કરી તો મહિલાએ જણાવ્યું કે 5 વર્ષ પહેલા કૌટુંબી ભાઈ સાથે લવ મેરેજ કરેલા,જેનાથી વિધવા મમ્મી અને નારાજ હતા.મારી મમ્મી મારા લવ મેરેજથી નારાજ હતી.મમ્મી અને નાનો ભાઈ લેવા આવ્યા છતાં હું તેઓ પાસે ગઈ નહિ.મેં પિયરપક્ષને ઓળખવાની ના પાડી દીધી.
કૌટુંબિક ભાઈ સાથે લગ્ન કરતા વિધવા માતા અને ભાઈ બોલાવતા નથી
લવ મેરેજ બાદ પતિ મારઝૂડ કરવા લાગ્યો પતિનો સ્વભાવ શંકાશીલ થઈ ગયેલ.પતિ મને મોબાઈલ પણ યુઝ ન હોતો કરવા દેતો.એક તરફ પતિ મને મારતો બીજી તરફ મેણા ટોણા મારતો કે પાંચ વર્ષ થી પિયર થી કોઈ બોલાવતું નથી.બે વર્ષનો દીકરો થયો.આજે પણ મને મારઝૂડ કરી કાઢી મૂકી.હું ક્યાં જાઉં માતા બોલતી બોલાવતી નથી.
હું માતા છું કમાવતર ના થાઉં દીકરીને અમે રાખીશું
મહિલાને સાંભળી અભયમે કહ્યું અમે તને પતિ પાસે મૂકી જઈએ.તો મહિલાએ કહ્યું તે મને મારી નાખશે.પિયરપક્ષ અમદાવાદ માં રહેતા હતા તેનું સરનામું મહિલાને ખબર ન હોતી.દૂરના બનેવી નો નંબર મોઢે હતો તે અભયમને આપ્યો અભયમે કોલ કરી માતા નો સંપર્ક નંબર મેળવી માતાને કોલ કરી સઘળી હકીક્ક્ત થી વાકેફ કરી અભયમે વિનંતી કરી કે તમારી દીકરીને રાખો તમારું એડ્રેસ આપો અમે ત્યાં આવીએ,માતાએ કહ્યું મારે કુટુંબીજનોને પૂછવું પડે.કુટુંબીજનોએ હા કહેતાઅભયમ ટીમ પતિએ કાઢી મુકેલી મહિલાને ,માતા ના ઘેર લઈ ગયા ત્યારે 5 વર્ષે માતા તેમજ નાનો ભાઈ, દીકરી બહેનને જોઈ એકબીજાને હૈયે લગાવી ખૂબ રડી પડ્યા.માતાએ અભયમને અને દીકરીને કહ્યું કે માતા છું કમાવતર ના થઇ શકું સમાજ ને જે કહેવું હોય તે કહે તું મારી દીકરી છે હું તને સાચવીશ ચાલ ઘરમાં,આમ અભયમને પ્રયાસથી 5 વર્ષે માતા અને દીકરીનું મિલન થયું.
