મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પથ્થર મારવા ઉભેલી મહિલાથી બચવા રોમિયાએ અભયમને કોલ કર્યો, ખોટી માહિતી બદલ પોલીસે રોમિયાને પાઠ ભણાવ્યો

પથ્થર મારવા ઉભેલી મહિલાથી બચવા રોમિયાએ અભયમને કોલ કર્યો, ખોટી માહિતી બદલ પોલીસે રોમિયાને પાઠ ભણાવ્યો — ફોટો 1

 અમદાવાદ પૂર્વમાં લૂંટેરી અને બાળક ઉઠાવી જતી મહિલા પથ્થરો મારે છે તમે ઘટના સ્થળે તુરંત આવો નો અભયમને કોલ કરનાર ખોટી માહિતી આપનાર પુરુષની અભયમ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા પુરુષે મહિલાની છેડતી કરતા મહિલા  સ્વબચાવ માટે પુરુષને પથ્થર મારવા રસ્તો રોકી બેઠી હોવાનું બહાર આવતા પુરુષને પોલીસ સ્ટેશન લઈ જઈ અભયમ સેવાનો દૂર ઉપયોગ અને મહિલાની છેડતી કરવા બદલ  કાયદાકીય કાર્યવાહી હાથધરી છે.

      લૂંટેરી મહિલા પથ્થર મારી રહી છે નો કોલ પુરુષ તરફથી મળતા અભયમ ટીમ  ઘટના સ્થળે પહોંચી હતી.પથ્થર લઈ બેઠેલી મહિલાને પકડી કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે હું નજીકના વિસ્તારમાં પતિ સાથે રહું છું.હું રોજ મારી દીકરી ને સામે દેખાતા ફ્લેટમાં ચાલીને ટ્યુશન મુકવા આવું છું.આ પુરુષ રોજબરોજ મારો પીછો કરે છે.રસ્તામાં ક્યાંય બેસું તો મારી બાજુમાં આવી બેસી જાય છે.

     પોલીસને હવાલે કરવા પાઠ ભણાવ્યો ,ભાગી ના જાય માટે હાથમા પથ્થર લઈ રસ્તો રોકી ઉભી છું

આજે હું બેસી હતી અને મારી બાજુમાં આવી વાતચીત કરી છેડતી કરતા મેં પુરુષ ને મારમાર્યો હું પુરુષ ને પોલીસ ને હવાલે કરવા ,પુરુષ ભાગી ના જાય તે માટે પથ્થર લઈ રસ્તો રોકી બેઠી હતી.હું અભયમને કોલ કરું તે પૂર્વે આ પુરુષે અભયમને મારી દેખતા કોલ કર્યો કે લૂંટેરી અને બાળકો ઉઠાવી જતી મહિલા લોકોને પથ્થર મારે છે.પુરૂષ ના કોલથી તમે પોલીસ વાન સાથે આવી ગયા છો તો હવે પુરુષને પૂછો અને આસપાસ ના લોકોને કે આ પુરુષે શુ હરકત મારી પાસે કરી છે. પુરુષને પૂછે તે પહેલાજ આસપાસ ના રહીશોએ જણાવ્યું કે આતો અહીં નજીકમાં રહે છે,દારૂડિયો છે.

   રોમિયાની કબૂલાત મહિલાથી બચવા અભયમ પોલીસને ખોટી માહિતી આપી બોલાવી

       પુરુષનું કાઉન્સેલિંગ કરતા કબુલ્યું કે મહિલાની છેડતી કરતા મહિલાએ મને માર્યો અને હું ભાગી ન જાઉં માટે હાથમાં પથ્થર લઈ મારો રસ્તો રોકેલો જેથી હું ભાગી ના જાઉં ,મહિલા મને જવા દેતી ન હોતી આથી મેં અભયમને ખોટી માહિતી સાથે કોલ કરેલ કે લુટેરી બાળકો ઉઠાવી જતી મહિલા પથ્થર મારી રહી છે.

 અભયમ ને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસ સ્ટેશન લઈ જઈ પાઠ ભણાવી માફી મંગાવી છોડી મુક્યો

અભયમ સેવાનો દૂર ઉપયોગ કરનાર ખોટો કોલ કરનાર પુરુષને વિસ્તાર ના પોલીસ સ્ટેશન લઈ જઈ મહિલાની છેડતી અને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ પુરુષ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ,પુરુષે લેખિત માફી માંગતા છોડી મુકેલ.રોમિયો મહિલાને પોલીસને હવાલે કરવા ખોટો કોલ કરી પોલીસ બોલાવી પણ મહિલા અને આસપાસના લોકો પાસેથી સત્ય જાણતા રોમિયાને ખોટી માહિતી બદલ પોલીસને દોડાવી પોલીસ સ્ટેશન જઇ લેખિત માફી માંગવી પડી.