GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અસલાલી ગોડાઉનમાં મહારાષ્ટ્રથી પાર્સલમાં આવેલ 336 બિયર ટીન સાથે 2 ઝડપાયા, 2 વોન્ટેડ
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અસલાલી ગોડાઉન માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂના રૂપિયા 47040 ના 336 ટીન સાથે બે આરોપીઓ ને અસલાલી પોલીસે 83340 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી પૂછપરછ કરતા જોધપુર માં રહેતા ઇસમે મહારાષ્ટ્રથી મંગાવેલ .અસલાલી પોલીસે બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથધરી છે.
અસલાલી પોલીસે બાતમી મુજબ અસલાલી તપન લોજીસ્ટીકના ગોડાઉન પર રેઇડ કરતા મહારાષ્ટ્ ભિવંડીથી આવેલ માલની ડિલિવરી લેવા આવેલ બે ઇસમ હીમત ઇન્દ્રરાજસિહ વણઝારા તેમજ કરણકુમાર મનુભાઇ મકવાણા પોલીસને હાથે ઝડપાયા હતા.તેઓએજ ગોડાઉનમાં સાત બોક્સ માં આવેલ બિયર ટીનનો જથ્થો પાર્સલના બતાવ્યો હતો.માલની બિલ્ટી માગતા પ્રોડકશનની વિગતમાં મેડિસિન લખેલું.પૂછપરછ કરતા જથ્થો ઓઢવ રાજદીપસિંહને પોર્ટર રિક્ષામાં પહોંચાડવાનો હતો.વીનયસિંહ રતનસિંહ ચૌહાણે ઓઢવનાએ જોધપુર ના એડ્રેસ પર જથ્થો મગાવ્યાનુ જણાવેલ.બોક્ષ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટના બિયરના 47040 336 નંગ ટીન મળી આવેલ.પોલીસે ટીનના જથ્થા ઉપરાંત 5000 નો મોબાઈલ,1300 રોકડ,30 હજારનું સ્કૂટર સહિત કુલ 83340 નો મુદ્દામાલ કબ્જે લઈ.ચારેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બે વોન્ટેડને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી છે.
