GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
24 વર્ષના દીકરાની સગાઈમાં હોબાળો કરતી 45 વર્ષીય પરિણીત મહિલા પ્રેમિકાને રોકવા માતાએ અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ ઉત્તરમાં 24 વર્ષીય યુવકની સગાઈ વિધિમાં કન્યા પક્ષના મહેમાનો વચ્ચે યુવકની 45 વર્ષની પરિણીત પ્રેમિકા મહિલાએ હોબાળો કરતા યુવકની માતાએ અભયમ બોલાવી હતી.અભયમ ટીમ બંને પક્ષોને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જઈ મહિલાને સમજાવતા મામલો હાલ પૂરતો શાંત થયો છે.
કોલ મળતા પહોંચેલી અભયમ ટીમે કોલ કરનાર યુવકની માતાનું કાઉન્સેલિંગ કરતા માતાએ જણાવ્યું કે પાડોશી 45 વર્ષીય મહિલાના પતિ બીમાર હોવાથી મારો 24 વર્ષનો દીકરો રોજબરોજ મદદ કરવા જતો હતો,બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો.આ અંગે અમને જાણ થતાં મહિલા ને ઠપકો આપતા વિવાદ થતા મહિલા અન્યત્ર રહેવા જતી રહી હતી.આજે દીકરાની સગાઈ માટે સાસરી પક્ષના મહેમાનો ઘેર પધારેલા,45 વર્ષીય મહિલા પ્રેમિકાને જાણ થતાં તે અમારા ઘેર આવી હોબાળો કરવા લાગી ,મારામારી કરવા લાગી.દીકરાની સગાઈ તોડાવવા વારંવાર સગાઈ કરેલ યુવતીને વારંવાર કોલ કરતી હતી.
45 વર્ષીય મહિલા પ્રેમિકાનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે સંબંધ હતો. વચ્ચે સંપર્ક બંધ થયો હતો, પરંતુ ફરીથી યુવકે સંપર્ક શરૂ કર્યો હતો અને સગાઈની વાત છુપાવી હતી, જેના કારણે તેમણે સગાઈ કરેલી યુવતીને સંપર્ક કર્યો હતો.
બંને પક્ષોને સાંભળી અભયમ ટીમ બંને પક્ષોને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જઈ 45 વર્ષીય મહિલાને સમજાવ્યું કે તમે પરિણીત અને યુવકની ઉંમરથી બમણા છો.તમારે યુવકની સગાઈ લગ્નમાં અવરોધ રૂપ બનવું ના જોઈએ.જો યુવક પ્રેમ સબંધનો અંત લાવ્યો છે તો તમારે પણ અંત લાવવો જોઈએ.આમ કાનૂની કાર્યવાહી કરવા માંગતી મહિલા અને યુવક પક્ષ વચ્ચે સમાધાન થતા હાલ પૂરતો મામલો શાંત થયો છે.
