મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

IPL મા સટ્ટા માં 36 લાખનું દેવું કરનાર 60 હજારનો પગારદાર પતિ, સહકર્મી સાથે પ્રેમમાં પડતા પત્નીએ અભયમ બોલાવી

IPL મા સટ્ટા માં 36 લાખનું દેવું કરનાર 60 હજારનો પગારદાર  પતિ, સહકર્મી સાથે પ્રેમમાં પડતા પત્નીએ અભયમ બોલાવી — ફોટો 1

    આઇપીએલ મા સટ્ટો રમતા 36 લાખનું દેવું કરનાર,60 હજાર રૂપિયાનો પગારદાર પતિ ,ઘર ખર્ચ નહિ આપતા ઓફીસ ની સહકર્મચારી સાથે અફેર કરતા પત્નીએ અભયમની મદદ લીધી હતી.

        અભયમની ટીમ કોલ મળતાજ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે મારી ઉંમર 37 વર્ષ છે,લવ મેરેજ કરે 12 વર્ષ થયાં .પતિ આઇપીએલ માં સટ્ટો રમતા 36 લાખનું દેવું થતા મકાન વેચી દીધું છે.  પતિ 60 હજારના પગારદાર છે ,ઘર ખર્ચ આપતા નથી.પતિ ઓફિસમાં સહકર્મચારી સાથે પ્રેમમાં છે.

      પતિનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે હા મેં બે વાર ભૂલ કરી છે પણ જ્યારથી મેં વકીલ દ્વારા લખાણ આપ્યું છે ત્યારથી મેં ભૂલ કરી નથી અને ઓફિસમાં કામ બાબતે તો વાતચીત કરીએ છીએ એના સિવાય હું કઈ વાતચીત કરતો નથી .બાંહેધરી આપતા જણાવ્યું કે  હવે પછી મારા તરફથી કોઈ  ભૂલ થાય તો પત્ની મારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.હું ઘર ખર્ચ પણ આપીશ.

   અભયમે પતિની બાંહેધરી બાદ પત્નીને સમજાવી યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ,પત્નીએ જણાવ્યું હવે અફેર કરશે અને ઘર ખર્ચ નહિ આપે  પતિ વિરુદ્ધ કાર્યવાહી કરીશ.આમ હાલ પૂરતું સમાધાન થયું છે.